SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૪૧ અત્યારે દેહ છૂટે એવી વદના જાગી હાય અને નિશ્ચય મનમાં થઈ જાય કે હવે દેહ નહીં રહે, તે અત્યારે જે ફિકર કરે છે, તેની તે જીવ કર્યાં કરે ? સમજી હેાય તે જ્ઞાનીપુરુષોએ અનંત કૃપા કરી આપણા ઉદ્ધાર અર્થે જે સત્તાધન યાચું, દર્શાવ્યું, સ્મરણુરૂપ અર્પણ કર્યુ, તેના આધાર લઈ બીજી બધી વાતા ભૂલી જાય, તેમાં જ તલ્લીન રહે, બીજાને પણ તેની જ સ્મૃતિ આપવાની ભલામણુ વિનંતી કરે, તેને આશ્રયે જ દેહ છેડે. આ પુરુષાર્થ ફળદાયી છે. તેને ભૂલી જવાથી વધ્ય તરુની ઉપમા અપાય તેવા કે પાણી લાવવા જેવા પુરુષામાં જીવ મથી મરે છે. ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે અને એક ક્ષણ એવી આવશે કે જ્યારે નહીં બોલાય, નહીં ચલાય, નહીં પાસું ફરે, નહીં પાણી સરખું ગળે ઊતરે; તે વખતે જીવથી શું બનનાર છે ? માટે જ્યાં સુધી શરીર, ઇંદ્રિયા, મન સાવધ છે, પરમામાં જોડીએ તે આત્મહિતમાં મદદ કરે તેવાં છે, ત્યાં સુધી બનતા પરમા મા”માં પુરુષાર્થ કરી લેવાનું જ્ઞાનીપુરુષા પાકારી પે।કારીને કહેતા આવ્યાં છે. તે સાંભળી જે ચૈતશે, આત્મહિત આરાધવા પાતે પોતાના શત્રુ મટી મિત્ર થવા સત્સાધનમાં મડી પડશે તે બચશે, નહીં તેા લેાકનું સ્વરૂપ જ્ઞાનીપુરુષે વર્ણવ્યું તેવું જ દયાજનક છે. “આખા લેક ત્રિવિધ તાપથી ખળતે છે, બળ્યા કરે છે” એ બળતરામાં કોઈ ઠેકાણે, કોઈ ખૂણેખાંચરે સુખ શેાધ્યે જડે તેમ છે ખરું ? તેનું વિસ્મરણ કરી, સ્મરણના બળથી સત્પુરુષની દશા, તેનું અંતર'ગમાં શીતલીભૂતપણું, અડાલ સ્વરૂપ ચિંતવશે! તે તે દશા પામવાનું કારણ બનશે. એ જ ભલામણ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગાસ, તા. ૧૧-૭-૪૫ અષાડ સુ× ૨, બુધ, ૨૦૦૧ ૫૯૩ તત્ સત્ રાગ નહીં પર દેહમાં, સ્વદેહ પણ ના ૧પ્રેય; ચર્ચા બ્રહ્મ સ્વરૂપમાં, બ્રહ્મચર્ય એ ૨શ્રેય. આપનું કાર્ડ મળ્યું. આપની જિજ્ઞાસાથી સતાષ થયા છેજી. યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનતી વાર આવ્યેા છે'' (૫૯૩) એના ભાવાર્થ સમજવા તમારી ઇચ્છા છે. કમ ગ્રથને લગતા ‘યથાપ્રવૃત્તિકરણ' શબ્દ છે. કેવલજ્ઞાની ભગવાને જીવના સૂક્ષ્મ ભાવા અને કર્મ ઉપર તેની થતી અસર દર્શાવી તે અવસ્થાનું વર્ણન કરેલું છે. સમ્યક્દન પામવાની યાગ્યતાનાં પાંચ કારણેા, ક્રમ કે ભૂમિકાઓનું શાસ્ત્રીય નામ લબ્ધિ છે – (૧) યાપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયેાગ્ય લબ્ધિ, અને (૫) કરણ લબ્ધિ. છેલ્લી કરણ લબ્ધિના ત્રણ ભેદ છે – (૧) યથાપ્રવૃત્તિ કે અધઃપ્રવૃત્તિ, (ર) અપૂર્વ, (૩) અનિવૃત્તિ. બહુ જ સંક્ષેપમાં પાંચ લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્રાનુસાર લખું છુંજી તે હાલ વાંચી વિચારશે. સમાગમે પૂછવા જેવું જણાય તે પૂછવા ભલામણ છેજી. (૧) ક્ષયાપશમ લબ્ધિ — વિશુદ્ધભાવના બળે પૂર્વે ખાંધેલાં કર્માંના રસ(ફૂલ)માં દરેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મદ્ય થવા લાગે તેવી ચેાગ્યતા અને તેવા ભાવરૂપ પુરુષાર્થ. ૧. પ્રિય વસ્તુ ૨. કલ્યાણ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy