________________
૫૪૦
બેધામૃત તેવું છે. તેઓશ્રીએ પિતે જ લખ્યું છે – “ઈશ્વરેચ્છાથી જે કોઈપણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.” (૩૯૮) “પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવતે ભવે અથવા ભાવિ એવા છેડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨)
આ ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત બને તે ક્રમપૂર્વક પિતાને અર્થે તમે ત્રણે સાથે વાંચવા-વિચારવાનું રાખશે તે ઘણે આનંદ આવશે. પહેલાં વાંચ્યું હશે તે પણ હવે નવું લાગશે, નવું સમજાશે, વિશેષ લાભનું કારણ થશે. બીજા કોઈ આવી ચઢે ને સાંભળે તે હરકત નથી, પણ બીજાને વ્યાખ્યાન આપવાને બદલે પિતાને માટે સ્વાધ્યાય કરીએ છીએ, એ ભાવ સહિત ડું પણ વિચારપૂર્વક શ્રદ્ધા દઢ થાય અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય તે લક્ષ રાખી વાચન કર્તવ્ય છેછે. દરરોજ જે વાચન કરે તે પૂરું થયે પત્ર ૭૬૭ નિયમિત રીતે રેજ વાંચી જવાને કે મુખપાઠ થઈ જાય તે એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેછે. એ સમિતિ કે રહસ્યદષ્ટિવાળો પત્ર સમજાયે અંતર્મુખ ઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. આપણે સદ્ગુરુકૃપાએ યથાશક્તિ તેમની આજ્ઞા સમજીને ઉપાસવી છે, તેમાં થતા પ્રમાદને ટાળવો છે. તેમાં કેઈનું કામ નથી, પોતાને જાગૃતિ જોઈએ. જેની જેવી ભાવના તેવી તેની સિદ્ધિ વહેલીમેડી થાય છે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
૩. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૯૨
અગાસ, તા. ૬-૭-૪૫ તત ૩ સત્
જેઠ વદ ૧૨, શુક્ર, ૨૦૦૧ જીવ જેવાં કારણ મેળવે તેવું કાર્ય થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે – “He paves the way to Hell with good intentions.” સારી ઈચ્છારૂપ લાદી વડે નરકનો રસ્તે જવા રચે છે. એમ કહેવાનું કારણ શું હશે?
શ્રદ્ધા જ્ઞાન લહ્યું છે તે પણ જે નવિ જાય પમા (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, જે સંયમ ઠાણે ન આયે રે –
ભલે વીર જિનેશ્વર ગાયે રે.” " એમ જિનમાર્ગમાં પણ કહ્યું છે, તેનું કારણ એમ સમજાય છે કે જીવને લક્ષ જે સાચે અચૂક રહે છે તે આગળ વધ્યા વિના રહે નહીં, પણ રુચિ જ જે પલટાઈ ગઈ (અનાદિના પ્રવાહમાં વળી ગઈ) અને પરમાર્થ માત્ર વાણીના વિલાસરૂપે રહ્યો છે તેને તે નરકે જતાં ખાળે તેટલું તેમાં બળ નથી. બાજરીના રાડા વડે પાડાને ખેતરમાંથી કાઢવા જાય તે તે ન નીકળે, તેમ જીવે શૂન્ય ક્રિયાઓ, શૂન્ય વાત કરી હોય કે કરતે હોય તે કટી પ્રસંગે ટકે નહીં, તેને બચાવે નહીં. “મરણનું આવવું અવશ્ય છે” એમ પરમકૃપાળુદેવે જાગ્રત રહેવા લખ્યું છે, જીવે વાંચું પણ છે, મે બેલે છે, કલમે લખે છે, ભાષણ કરે છે, પણ તેની તૈયારી કેટલી કરે છે તે ઉપરથી તેની સમજણ આંકી શકાય. કહેતા-કહેતી ધર્મ છોડી સાચે ધર્મ ગ્રહણ કર્યો હોય તેણે હવે સાચા જ થવાની જરૂર છે. મરણને વારંવાર સંભારવા ગ્ય છે.