________________
૫૩૬
બેધામૃત વિશેષ આત્મરક્ષાનું કારણ થશે. કામધંધામાંથી પરવારી વાંચન, ભક્તિ, સ્મરણ વગેરે ધર્મકાર્યમાં જોડાઈ જવું. નાટક, સિનેમા, શેરબજાર કે કુદષ્ટિના પ્રસંગેથી ચેતતા રહેવું. જે લહેરમાં ચઢી ગયો તે પછી ધર્મને માર્ગે વળવું આ કાળમાં મુશ્કેલ છે. માટે પૈસા કમાવતાં જિંદગી બરબાદ ન થઈ જાય તે એવા શહેરમાં સાચવવાની જરૂર છે જી. લેકપ્રવાહમાં તણાવાને બદલે પુરુષોનાં વચનમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તાશે તે પરમ પુરુષનું ગબળ આત્મહિતમાં પ્રેરશેજી. મુમુક્ષતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે તેમ વર્તવા સર્વને ભલામણ છેજ. કાલની કેને ખબર છે? આજે બને તેટલું ધર્મકર્તવ્ય અપ્રમત્તપણે કરી લેવા યોગ્ય છેજ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૫
અગાસ, તા. ૯-૬-૪૫ આપનું કાર્ડ મળ્યું. “આ સાલ આત્માર્થે ઘણું જ ઓછો પાક છે” લખે છે તે પાક વધે તેવા ભાવમાં રહેવા વિનંતી છેજી. રાત્રિભોજન બને ત્યાં સુધી તજવા યોગ્ય છે. માંદગીને કારણે તેવી છૂટ રાખી હોય તે તેમ વર્તવામાં બાધ નથીજ. અનાહારી પદ (સિદ્ધપદ)ની ભાવના અર્થે એ રાત્રિભોજન ત્યાગવત કર્તવ્ય છે. નિરપેક્ષ અવિષમ ઉપયોગ એ પરમ શાંતિનું કારણ છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૬
અગાસ, તા. ૧૬-૬-૪૫ તત્ ૐ સત
જેઠ સુદ ૫, શનિ, ૨૦૦૧ આત્માપણે કેવળ આત્મ વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.” (૪૩૨)
મંત્રસ્મરણનું વિશેષ આરાધન વિશેષ લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જે આત્મા જાણે છે, પ્રગટ કર્યો છે, તે માટે માન છે, પ્રગટ કરે છે, તે અર્થે જ આ આરાધન કરું છું. દેહનાં સુખદુઃખ તે પ્રારબ્ધકર્મને આધારે થાય છે પણ આત્માને શાંતિ અનુભવવા, દેહદૃષ્ટિ ભૂલી જ્ઞાનીને આશ્રયે આત્મદષ્ટિ કરવા આ સાધન આરાધું છું એ લક્ષ રાખવા
ગ્ય છે. સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરવી આ કલ્યાણને રાજમાર્ગ છે. આપણું આત્માને આ અસાર, અશરણ, અનિત્ય સંસારમાં પરિભ્રમણ કરતે પાછો વાળી જ્ઞાની પુરુષના અવલ બને સ્વરૂપની સમજ કરી સ્વરૂપસ્થિતિ થાય તેમ આ મનુષ્યભવમાં કરી લેવું ઘટે છેજી. કાળ દુષમ છે તે પુરુષાર્થ વિકટ કરી છે તે વિઘોને ઓળગી પરમકૃપાળુદેવને અવલંબને પરમપદની પ્રાપ્તિની ભાવના સદાય જાગ્રત રાખતા રહેવી ઘટે છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૭
• અગાસ, તા. ૨૮-૬-૪૫, ગુરુ कवित-"चिदानंद के'वे अरु सुणवेको सार एहि,
જિન-બાના ધાર, નરમવ લ્હાવો ચીનીe.” વિ. તમારું કાર્ડ મળ્યું. ગભરાવાનું કંઈ કારણ નથી. આ પરીક્ષામાં જેમાં વધારે માર્ક આવ્યા હોય અને જે પિતાને ઓછી તકલીફે તૈયાર થાય તેમ લાગે તે વિષય લઈ લે.