________________
પત્રસુધા
૫૩૭ પરીક્ષા એ ધ્યેય નથી. દરદ હોય તે તે જેર ન પકડે કે તેને ટેક ન મળે તે લક્ષ રાખો . અભ્યાસની કાળજીમાં શરીર ન બગડે અને શરીરના વિકલ્પમાં આત્મમાહાઓ ગૌણ ન થઈ જાય. આત્મા માટે અભ્યાસ આદિ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમભાવની વૃદ્ધિ થાય તેમ વર્તવા ભાવના રાખો એ જ હાલ ભલામણ છેજી. “કેઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યેગ્ય નથી” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન બહુ ઉપયોગી છે. તે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૮
અગાસ, તા. ૨૯-૬-૪૫ બંધ-મોક્ષના માર્ગને સમજી ગમતે લે રે, બંધ-માર્ગ દુખે ભર્યો અન્ય સુખ દે એવો રે; વિષય ભવભવ ભેગવ્યા, આત્મસુખ નથી ચાખ્યું રે, અપૂર્વ આત્માનંદથી, કૃતાર્થ જીવન ભાખ્યું રે. સાંસારિક સુખ-લાલસા ટળતાં, કષાય કંપે રે,
અક્ષય સુખ લીધા વિના, કેમ મુમુક્ષુ જંપે રે? (પ્રજ્ઞા) ૮૯) કકા કર સરુને સંગ, હૃદય કમળમાં લાગે રંગ; અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય, લિંગવાસના હેયે ભંગ, કક્કા, કર સદ્ગુરુને સંગ. નન્ના નામ (મંત્ર) નાવ છે સાર, જે બેસે તે ઊતરે પાર, કાળ, કર્મ નહિ લાગે લેશ, છે આનંદી હરિને (પ્રભુને) દેશ, તે પદને પામે નિરધાર, નન્ના નામ (મંત્ર) નાવ છે સાર. પપ્પા, પુરાણી જે પ્રીત, મેરુ ચળે પણ ન ચળે ચિત્ત, ધવની પરે અવિચળ રહે, સ્તુતિ-નિંદા ને સુખ-દુઃખ સહે, પરમાત્માને નીરખે નિત્ય, પપ્પા, પુરાણી જે પ્રીત. બા, બેલે તેને જાણ, મૂકી દે ને મનની તાણ, “હું, મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ, દયા દીનતા મનમાં આણુ, બખ, બોલે તેને જાણ ભમ્ભા, ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગળે, ભેખ ધરે જે સિદ્ધિ થાય, ભાંડ ભવાયા વૈકુંઠ જાય, જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભભા, ભજન થકી ભય ટળે. મમ્મા, માયા મનની જાણ, “મારું તારું ખેંચતાણ, સઘળે સરખા આતમરામ, સાંધા-વાંધા મનનું કામ, માટે મન પ્રભુ ચરણે આણ, મમ્મા, માયા મનની જાણ
પ્રથમ પૂરણ પ્રેમશું, વંદું સદ્ગુરુ-ચરણ, તાપ ટળે સંસારના, મટે જન્મ ને મરણ.” – પ્રીતમદાસ