________________
૫૩૨
બાધામૃત વગેરે કરવામાં કાળ જશે તે લેખામાં છે. આવા પત્રો નકામા વારંવાર લખાય કે વંચાય તે કરતાં તે અતિશયવંત વાણીમાં આપણે દુર્લભ મનુષ્યભવ ગાળીએ તે વિશેષ હિતકારી છે.જી.
તમે પૂછ્યું છે કે ઉપદેશછાયામાં જણાવ્યું છે કે “આત્મા આ હશે? તેમ થાય છે તે સમતિ મેહનીય અને આત્મા આ છે એમ સમજાય છે તે સમ્યક્ત્વ છે તેમાં શું ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે કેઈ તમારું ઘર ખ્યાવરમાં ક્યાં છે તે શોધો શોધો બીચરલી મહોલ્લામાં આવે અને તમારા ઘર આગળ આવી, આ જુગરાજભાઈનું ઘર હશે ? એમ અનુમાન કરે પણ નિર્ણય ન થાય કે આ જ છે, ત્યાં સુધી તે તમારા ઘરમાં પ્રવેશ કરે નહીં અથવા તેને નિરાંત વળે નહીં, પણ શોધ્યા કરે; તેમ આત્મા વિષે વાંચી, વિચારી તેનાં લક્ષણે ઉપરથી, આ આત્મા હશે? એવું લાગે પણ કોઈ સંતના પેગ વિના તેને આ જ આત્મા છે એ નિર્ણય ન થાય ત્યાં સુધી સમતિ મેહનીય અસ્થિર પરિણામ કરાવે છે. અને જ્યારે સદ્દગુરુ વેગે આ જ આત્મા છે એમ દૃઢ થાય તે તેને આત્મસ્થિરતાનું કારણ થાય છે. માટે જ્યાં સુધી ચંચળ વૃત્તિ રહ્યા કરે છે અને પ્રતીતિ નિર્ણયાત્મક નથી બની ત્યાં સુધી
ગ્ય જીવને પણ સપુરુષના યોગે આત્મપ્રતીતિ દઢ કરવી ઘટે છે એમ કહેવાનો આશય સમજાય છેજ. “સંત વિના અંતની વાતમાં અંત પમાતે નથી” (૧૨૮) એમ પણ પિતે જણાવ્યું છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૨
અગાસ, તા. ૨૯-૫-૪૫ તત કે સત્
વૈશાખ વદ ૨, મંગળ, ૨૦૦૧ અનુષ્ટ્રપ– ગણે શાને મુમુક્ષુ એ, જે કામેચ્છા ન વારતે;
પદે–પદે ખસે પાછે, તરંગાધીન જે થતું? વસ્ત્ર ગંધ અલંકાર, લલના સેજ સુંદર; પરાધીનપણે ત્યાગે, વાસના રહી અંદર. જે સુંદર પ્રિય ભોગે, પ્રાપ્તને પણ પીઠ દે;
સ્વાધીન તજતા ભેગો, તે ત્યાગી જ્ઞાનીઓ વદે. આ કાળનું સ્વરૂપ કેવું છે તે શ્રી મહાવીર ભગવાને તેમની હયાતીમાં વર્ણવી બતાવ્યું, તે સાંભળતાં ઘણા તે મુનિ બની રાતદિવસ ધર્મ-ધ્યાનમાં લાગી ગયા, કેટલાક તેવી શક્તિવાળા ન હતા તે નિયમિત અમુક પિતાના અવકાશ પ્રમાણે ધર્મ આરાધી શકાય તેવા મર્યાદાધર્મને આરાધવા લાગ્યા. બધાને લક્ષ એ હતું કે એવા હડહડતા કળિકાળમાં આપણે જન્મ ન થાય. જે વાત સાંભળતાં ત્રાસ છૂટે તેવા પ્રસંગમાં આપણા રાતદિવસ જાય છે, છતાં ત્રાસ છૂટતે નથી, છૂટવાની ભાવના જાગતી નથી, ઊલટા તે કળિકાળને પોષાય તેમ વત્ય કરીએ છીએ એ કેટલી મૂઢતા છે! તે વારંવાર સત્સંગમાં વિચારવા યોગ્ય છેજી. કેઈનું ઘર લાગ્યું હોય અને ચારે બાજુ ભડકા લાગતા દેખાય, છતાં આ ખૂણામાંથી પેલા ખૂણામાં અને પેલા ખૂણામાંથી આ ખૂણામાં પૂળા ફેરવનાર માણસ જેમ મૂર્ખ ગણાય, તેમ ત્રિવિધ તાપથી બળતા આ સંસારમાં ધનથી સુખ થશે કે દીકરા સુખ આપશે, કે ખેતર, ઘરેણાં, બૈરાં, ઢોરાં સુખનાં