________________
પત્રસુધી
- ૫૩૧ આપ જે ભક્તિભાવ વિરહ વેદના દર્શાવે છે, તે બધું પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિભાવ સહિત કર્તવ્ય છે. કોઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. ધર્મ ભાવનાની વૃદ્ધિ અર્થે, સદ્ભાવનામાં ચિત્ત જોડાય તે અર્થે સત્સંગ સપુરુષની સ્મૃતિ ઉપકારક છે; સંસારભાવમાં વહી જતા જીવને બચાવે છેછે. તેમ છતાં પૂર્વકર્મના અંતરાયયોગે ભાવના પ્રમાણે ન બને તે ફ્લેશિત થવા યોગ્ય નથી. વારંવાર ભાવના થતાં કર્મની મંદતા થયે તેવી અનુકૂળતા મળી પણ આવે ત્યારે ભાવના સફળ થાય છે. આપણે તે ધર્મભાવના કર્યા કરવી. ફળ આવતું ન દેખાય તે પણ ગભરાવું નહીં. મેટું ઝાડ જાડા થડવાળું હોય તેને કાપવાની શરૂઆત કરે ત્યારથી તે નીચે પડી જતું નથી, ઘણુ ઘા માર્યા છતાં થોડે થોડે થડ કપાતું જાય છે. વધારે કપાય ત્યારે તે પડી જાય છે. તેમ આપણું કામ પુરુષાર્થ કર્યા રહેવાનું છે. સારી ભાવનામાં ચિત્તને રોકવું. હાથપગથી જે પૂર્વે બાંધ્યાં છે તે કામ કરવાં પડે, પણ મનથી અને બને તે જીભથી પણ સ્મરણ કરવાનું ચાલુ રાખવાની ટેવ પાડી મૂકવી ઘટે છે જી. આપણું બાંધેલાં કમ કોઈ ન ભેગવે, આપણે જ ભેગવવાનાં છે; તે ધર્મ સાધન જેને મળ્યું છે તેની મદદથી ધર્મધ્યાનમાં વૃત્તિ રાખી જેટલાં કર્મ હોય તે બધાં ખપાવી ઋણમુક્ત થવું છે એ જ ભાવના કર્તવ્ય છે. ઉદાસીનતા, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ સહજસ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે લક્ષમાં રાખી જે કામ કરવા પડે તે કર્યા જવાં. ગભરાવું નહીં. કર્મ મંદ થયે સત્સંગ આદિને જોગ આવી મળશે. હિંમત હારવા જેવું નથી. મરણપ્રસંગ આવી પડે તો પણ ગભરાવા જેવું નથી. “ધિંગધણી માથે કિયા રે કુણ ગાજે નર બેટ – વિમલ જિન દીઠાં લેયણ આજ;
હાં રે મારાં સીધ્યાં વાંછિત કાજ – વિમલ જિન” સપુરુષનું શરણ જેને છે તેણે મરણથી પણ ડરવા જેવું નથીજી. આત્મા તે કદી મર્યો પણ નથી અને કદી મરવા પણ નથી. જેવા દિવસ કર્મના ઉદયે આવી પડે તે જોયા કરવા, હર્ષ વિષાદ કર્તવ્ય નથીજી. રાત ને દિવસની પેઠે હર્ષ શેકના પ્રસંગે આવે તે સમજાવે જોયા કરવા, ગભરાવું નહીં. આથી વિશેષ મૂંઝવણ આવે પણ મારે સ્મરણ ચૂકવું નથી, એટલી દઢતા રાખવી ઘટે છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૮૧
અગાસ, તા. ૨૩-૫-૪૫ દેહ-દેવળ દેવ અરે ! તું, મેહ-મદિરાથી ઘેલે, કાયા-માયા પરસ્ત્રી-પ્રીતિ, તેડી આવ અહીં વહેલે; શરર-ગર્તમાં આળોટે તું ભૂલી ભાન નિજ મંદિરનું,
જ્ઞાન-મંદિર અહે! આપણું, આવ બતાવું અંદરનું. (પ્રજ્ઞા ૧૦૬) આપના પત્રે થેકડાબંધ આવેલા મળ્યા. જે કંઈ પૂછવું હોય તે ટૂંકામાં પૂછવા યોગ્ય છે'. આભારની લાગણી અંતઃકરણમાં રાખવી ઘટે છે, વારંવાર પત્ર ચઢાવવામાં કંઈ વિશેષતા નથીજી. પરમકૃપાળુદેવનાં વચને વિચારવામાં, મુખપાઠ કરવામાં કે તે સંબંધી લખાણ ઉતારે ૧. પાઠા – સદ્ગુરુના આશ્રિત અરે ! તુ મેહમદિરામાં ઘેલે. ૨. પાઠા – શરીર-ગટરમાં