SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત ૫૭૭ અગાસ, તા. ૧૯-૪-૪૫ તત સત્ ખી, ચૈત્ર સુદ ૮, ગુરુ, ૨૦૦૧ એમ પરાજય કરીને ચારિત્રમેહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ અવસર એવા કયારે આવશે ?” તમે ગયા પત્રમાં પ્રશ્ન પૂછ્યો છે કે અગિયારમે ગુણસ્થાને આવેલા જીવ પ્રમાદવશ પડી પહેલે ગુણસ્થાનકે આવી અન’તકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલે જીવ વધારેમાં વધારે પંદર ભવ કરે તે કેમ ઘટે છે ? તેના ઉત્તર નીચે જણાવ્યેા છે તે ઉપરથી વિચારશેાજી પરવ એક વાર સમકિત પામીને જે સમિત વમી ન નાખે, સકિતથી પડી ન જાય, પણ મંદ પુરુષાર્થથી રાગદ્વેષ ટાળવાનું કામ કરે તેા વધારેમાં વધારે પંદર ભવ સુધીમાં તે સ કના તે ક્ષય કરી શકે એવું સમ્યક્ત્વનું ખળ ખતાવ્યું છે; કારણ કે ઘણાં કર્યાં હલકાં થયે, અર્ધ પુદ્ગલપરાવર્તનથી કઈક એછે જેને સસારકાળ છે તેને જ સમ્યક્ત્વ થાય છે. એ અર્ધ પુદ્ગલપરાવર્તન કાળ પણ ઘણૈા લાંખેા છે, તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પણી કાળ (છ આરા કે કલ્પકાળ) થઈ જાય તેવા છે એટલે આપણા હિસાબે અનંતકાળ છે. તેથી અનંતકાળ પરિભ્રમણ કરે એમ કહ્યું છે. પરંતુ કેવળીભગવાને તેના અંત દીઠો છે એટલે તેનું ચોક્કસ માપ અર્ધ પુદ્ગલપરાવર્તનથી કઈક ન્યૂન કહ્યું છે. એટલે એવા નિયમ ભગવંતે દર્શાવ્યા છે કે જેને એક વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તેને અવશ્ય મેક્ષ થવાને. વધારેમાં વધારે કાળ, સમ્યક્ત્વ અનેક વાર વસી નાખે તે પણ અર્ધ પુદ્ગલપરાવર્તન પૂર્ણ થતાં પહેલાં તે માક્ષે જાય જ એવું કેવળજ્ઞાનમાં ભગવંતે દીઠેલું પ્રરૂપ્યું છેજી. ખીજું, પૂ....એ વ્રતનિયમે સંબંધી પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગમાંથી તમે જેટલા નિયમ લીધા હશે તે તમારા તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને લખી આપેલા હશે. યાદ ન હેાય, ને તત્ત્વજ્ઞાન પણ પાસે સચવાઈ રહ્યું ન હેાય તા પૂ. સાથે વાતચીત કરી સાત બ્યસન ને સાત અભક્ષ્યમાંથી કેટલી ચીજના આજથી આખી જિંદગી પર્યંત ત્યાગ થઈ શકશે તે નક્કી કરી, બીજા કોઈ નિયમ (બ્રહ્મચર્ય આદિ) ની ભાવના હેાય તે વિષે પણ ટકી રહે તેટલી મુદતને વિચાર કરી નિયમ લેવા હાય તે લખશેાજી. આ તેા દ્રવ્યત્યાગની વાત કરી, તે વાડરૂપ છે. પાપરૂપ પશુને દૂર રાખવા પૂરતી છે. ધર્મધ્યાન થવા અર્થે પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ ત્રણ પાઠ — ‘હે પ્રભુ ! હે પ્રભુ !'ના વીસ દોહા, ‘યમનિયમ’ની આઠ કડી, ક્ષમાપનાનેા પાઠ — એ નિત્યનિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લીધેા છે તે નિયમ જાણીજોઈને તેાડવા ઘટતા નથી. મુખપાઠે ખેલતાં પૂરું ધ્યાન ન રહે તા, ‘તત્ત્વજ્ઞાન’માં જોઈ ને પણ પા કલાક જેટલા વખત તેમાં ગાળવા ઘટે છેજી. નિયમ લઈ ને તેાડે તે। માનસિક નિબળતાનું તે કારણ છે. મનેાખળ વધારવું ઘટે, તેને ખલે મંદ થવાનું તે કારણ છેજી. આપણી કલ્પનાએ ખીજામાં મન રેાકાતું લાગતું હોય તે!પણ ત્રણ પાઠ તે જરૂર રાજ કરવા યેાગ્ય છે ને મ`ત્રની માળા પણ નિયમિત ગણવી. -
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy