SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધી પર તા. ક. – પોતાની શક્તિ પ્રમાણે માળાને નિયમ રાખવો, પણ એક માળા તે ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ધર્મ ધ્યાન થાય છે. જે આજ્ઞા મળી છે તેને આધારે જે પુરુષાર્થ થાય છે તે ધર્મ ધ્યાનનું કારણ છે. “ગાના ધો, તો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. ૫૭૮ અગાસ, તા. ૨૦-૪-૪૫ તત્ સત્ બી. ચૈત્ર સુદ ૯, શુક, ૨૦૦૧ ગઈ કાલથી અહીં આંબેલની ઓળી (રસત્યાગ કે સાદે આહાર અને ધર્મધ્યાન સહ ગૃહસ્થદશામાં સાધી શકાય તેવું નવ દિવસનું વ્રત) ચાલે છે. હરિવંશપુરાણ સાંજના સભામંડપમાં વંચાય છે તેમાં ઋષભદેવના ગર્ભકલ્યાણકની કથા ગઈ કાલે આવી હતી. ભેગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્રદાન તેનું વર્ણન આવ્યું હતું. સમ્યફદર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યફદર્શન સહિત શ્રાવકત્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાદષ્ટિ પણ ભેગભૂમિને એગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યફદષ્ટિ કે સમ્યફદષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિ પણું પામે તે ક્ષે જાય, નહીં તે દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાદષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક દર્શન પણ ન હોય તેને દાન ભક્તિ સહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું. દયાની લાગણી પિષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્યબુદ્ધિ આત્મહિતનું કારણ નથી એ સર્વને સાર છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૭૯ અગાસ, તા. ૨૬-૪-૪૫ તત # સત બી. ચૈત્ર સુદ ૧૪, ગુરુ, ૨૦૦૧ “કોણ ઉતારે પાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર? ભદધિ અગમ અપાર – પ્રભુ બિના” પરમકૃપાળુદેવની સેવામાં રહેલા તેમના પરમકૃપાપાત્ર સદ્ગત પૂ. અંબાલાલભાઈએ પ. પૂ. પ્રભુશ્રીજી (લઘુરાજજી) ઉપર સંઘાડાથી છૂટા થયા ત્યારે લખેલા પત્રની નકલ આપને ઉપયોગી થઈ પડશે એમ ગણી લખી મોકલી છે તેને સદુપયોગ કરવા લક્ષ લેશોજી. “મારા૫ણુના લૌકિકભાવે ગ૭મતાદિ જીવે માન્ય કર્યા છે અને લૌકિકભાવ, સંસારત્યાગ કરી મુનિપણું ગ્રહણ કરતી વખત ગળામાં પહેરેલે હેવાથી “હું ફલાણું સંઘાડામાં છું, તેમાં હું મનાઉં છું, પૂજાઉં છું, આ અમારે સંઘાડે છે, આ સાધુ શ્રાવક મારા છે, એમ જ હું સંઘાડાથી જુદો પડ્યો, મને તિરસ્કાર થયે, આહાર-પાણ હવે તે સંઘાડાને માન્ય કરતા શ્રાવક-શ્રાવિકા મને નહીં આપે? શું થશે? તિરસ્કાર થશે ? એમ પણ ફુરણા આત્મામાં થાય છે. તેનું કારણ મુનિપણું ગ્રહણ કરતાં જે સંઘાડા આદિનું મમત્વપણું જીવે વરમાળરૂપે પહેર્યું છે તે સત્તામાં ઘણું સૂક્ષ્મ રહેલું હોવાથી એ જ કુરણ કરાવી આત્માને એક સમય 34.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy