SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રા ૫૨૭ મથાળે લખેલી ચાર ધ્યાનની તથા ફળની કડીએ થોડા પ્રયાસે સમજી શકાશે. ન સમજાય તે આવે ત્યારે પૂછી જોશે. આઠ વર્ષીના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા સ’ગ્રહાયેલાં દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) ઉપરની શ્રી હરિભદ્રસૂરિની ટીકામાંથી તે અનુવાદ કરી લખી માકલી છે. છ માસનું તેનું સાધુજીવન ટૂંકું જાણી આચાર્યે સાધુચર્યાં ટૂંકામાં તેમાં વણુ વી છે. તે છ માસમાં મુખપાઠ કરી ધર્મધ્યાનથી દેહ તજી દેવલાક પામ્યા. આ કાળનાં અનિશ્ચિત ટૂંકા આયુષ્ય છતાં મેહુને લીધે તેની સફળતા સાધવાનું જીવને સૂઝતું નથી. પરીક્ષિત રાજાને ખબર પડી કે સાત દિવસનું હવે આયુષ્ય છે, તે રાજપાટ તજી ગંગાકિનારે જઈ તપશ્ચર્યા આદરી, તે સમાચાર જાણી તે તરફના મુનિએ ત્યાં એકત્ર થયા, ધર્મધ્યાન અર્થે તે સમેલન થયું, ત્યાં તે શુકદેવજી ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. તેમની પૂજા વિનયભક્તિ કરી પરીક્ષિતે માગણી કરી કે આ અલ્પ આયુષ્ય આપના આધશ્રવણમાં જાય અને સમાધિમરણ થાય તેવી કૃપા કરે. શુકદેવજીને તે તે જ પ્રિય હતું. પિતા વ્યાસજી પાસે શીખેલું શ્રીમદ્ ભાગવત તેમણે કથારૂપે શ્રવણ કરાવવું શરૂ કર્યું. સાત દિવસમાં એકલયે ભગવ ́ત પરમાત્માની અલભ્ય કથાના લાભ પામી તેમણે શ્રેય સાધી લીધું. આ બધું આપણને શું સૂચવે છે ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરમ કૃપાળુનું શરણું, તરણું – તારણું જાણુ; અંત સમય સુધી રહે, નિર'તર સુખખાણુ. ૫૭૬ કષાય-કીચડ, વિષય-ગટરજલ, ગધાતું તજી ઊઠે જરી, એધતી માં સ્નાન કરી ઝટ, નિ`ળ થા ઉત્સાહ ધરી; નિંદ્ય-કર્મ મચ્છર કરડે આ, જન્મમરણુરૂપ રાગ કરે, ત્વરા કરી જો જાગી ઊઠે, સર્વ દુઃખજ ખાધ હરે. (પ્રજ્ઞા૦ ૧૦૬) અગાસ, તા. ૧૫-૪-૪૫ આપના પુત્ર ગણાતા આત્માએ આ ક્ષેત્ર ત્યાગી અન્યત્ર વાસ કર્યાના સમાચાર લખ્યા, તે ઉપરથી આપણને જે મનુષ્યભવ મળ્યા છે તે એવા જ ક્ષણભ`ગુર છે એમ વિચારી પ્રમાદમાં બધું વધું ન જાય તેવી કાળજી રાખી બહુ આદભ્ભાવ સહિત પરમકૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ ઉપકારની સ્મૃતિ સહ ભક્તિ કતવ્ય છેજી. કોઈ અમલદારે ક'ઈ ગામની માહિતી કે બીજી ખામતના ખુલાસા મગાવ્યા હાય કે ગામની રક્ષા કરવા વગેરેનું કામ સોંપ્યું હાય તે તેમાં રખે ભૂલ ન થાય, દઉંડપાત્ર ન થવાય એ બીકે બહુ વિચારીને જાગૃતિપૂર્વક તે કામ કરીએ છીએ; તેા જન્મમરણના ફેરા ટાળવા પરમકૃપાળુદેવની અન'ત કરુણાથી આપણને જે સત્તાધનની આજ્ઞા થઈ છે તે જો ભાવપૂર્વક આરાધીએ તે જરૂર આત્મા વમાનમાં શાંત થાય અને ભવિષ્યમાં પણ સુખી થાય. તે કામ સૉંપરી સમજી, લૌકિકભાવ તજી, વારવાર મરણની સ્મૃતિ કરતા રહી આ ભવ-પરભવમાં હિતનું કારણ સમજી આત્મક બ્યરૂપ ભક્તિ, સાંચન, સત્સ`ગ કરતા રહેવા સર્વાંને ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy