SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ બેધામૃત છે, પણ ક્યાંય ચિત્તને આસક્ત કરવું ઘટતું નથીજી. ધન કરતાં આ ભવની પળેપળ વિશેષ કીમતી ગણ તેને જ્ઞાનીની આજ્ઞામાં ગાળવી ઘટે છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૭૪ તા. ૧૦-૪-૪૫ તત્ સત્ પ્ર. ચૈત્ર વદ ૧૩, મંગળ, ૨૦૦૧ પરમકૃપાળુદેવમાં નિઃશંકપણે શ્રદ્ધા અને તેને આશ્રયે જીવવાનું અને દેહ તજવાને નિર્ણય રાખી નિર્ભયતા તથા તેના ફળરૂપ નિઃસંગતા આરાધતા રહેવા ભલામણ છે. પિતાનું છે તે નાશ પામનાર નથી અને જે છૂટી જવાનું છે તે પિતાનું નથી, આટલી વાતની જેને દઢતા થઈ જાય તેને મરણને ડર લાગે નહીં, મેહ તેને સતાવે નહીં. પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે દિનપ્રતિદિન દઢ પ્રેમભક્તિ વધતી રહે અને તેને શરણે નિર્ભયતા તથા પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે તેમ વર્તવા ભલામણ છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૭૫ અગાસ, તા. ૧૩-૪-૪૫ બી. ચૈત્ર સુદ ૧, શુક્ર, ૨૦૦૧ વસંતતિલકા – જે રાજ્યભગ શયનાસન વાહનાર્થ, સ્ત્રીસંગ માલ્ય મણિ રત્ન વિભૂષણાર્થે; ઈચ્છાભિલાષ હદપાર વધારી મહે, તે ધ્યાન આર્ત ગણવું, વદતા વિહે. ૧ બાળી, બગાડ, હોં ભેદન છેદને જે, બંધ-પ્રહાર-દમને અતિ નિર્દયી જે રા, ધરે ન અરરાટ ઉરે નઠારા, તે ધ્યાન રૌદ્ર ગણવું વર-વાક્ય-ધારા. ૨ સૂત્રાર્થ – સાધન – મહાવ્રત – ધારણાર્થે ને બંધ-એક્ષ-ગતિ આગમ હેતુ ચિતે, પંચેન્દ્રિયે વશ કરે, કરુણુ બધાની, તે ધ્યાન ધર્મ ગણવું, વદતા સુજ્ઞાની. ૩ પંચેન્દ્રિય રહીં પરામુખ વિષથી, સંકલ્પ-કલ્પન-વિકલ્પ-વિકાર ક્યાંથી? ત્રિાગ-દેષ ટળતાં નિવૃત્તાન્તરાત્મા જે ધ્યાન-લીન ગણ શુક્લ વદે પરામા. ૪ હરિગીત – તિર્યંચ-ગતિ થતી આધ આર્તધ્યાનમાં ઉર જે વહે, ને રૌદ્રથી ગતિ નારકી; પણ ધર્મથી સુર-ગતિ લહે શુક્લે થતે સંસાર-લય, ભવ-વ્યાધિ-રોગ-કૃપાણ એ, તે આત્મહિત-કર્તા ગણે ભવ-હર ધરે, ભવિ, ધ્યાન એ.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy