SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ બાધામૃત ૫૧૪ કરું છું. તેનું ફળ કેવું આવે તે કોઈના હાથની વાત નથી. આપણે જેમ નાપાસ થવું નથી, તેમ નંબર ઊંચે આવે તે ના નથી. પણ એને માટે શરીર બગાડવું, ઉજાગર કરવા એમ તે કઈ પણ ન ઈચ્છે. પ્રારબ્બાધીન થનાર હશે તે થશે, તે સંબંધી ઈચ્છા પણ કરવી નથી. પુરુષાર્થ બને તેટલે કર્યો છે. નકામા સંકલ્પ-વિકલ્પમાં તણાવું નહીં. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ પપ૬ ઈદેર તા. ૫-૧-૪૫ આપને પત્ર મળે. “સંકલ્પ-વિકલ્પરૂપ બંધનને ચિતાર આપે તે વાં. તેના ઉત્તરમાં એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતે નથી. દુઃખ આવી પડે તે દુઃખ માનતા નથી. તેને એક પ્રકારને આધાર મળે છે. ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલજિન દીઠાં લેયણ આજ મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલજિન” લેયણ છે તે જ દષ્ટિ શ્રદ્ધારૂપ લેચન છે. જેને અંતરમાંથી વિષયવાસના છૂટી હોય તેને આ જગતનાં સુખ તે દુઃખરૂપ સમજાય છે. તે જવા બેઠાં હોય તે મુઝાતા નથી, પણ સવળું કરી લે છે. જે આ આંખે કરી પુરુષનાં દર્શન થયાં છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે, તે તે નયન સાર્થક થયાં સમજવા યોગ્ય છે. તેને હવે રહેવું હોય તે રહે, જવું હોય તે જાઓ. મારે તે હવે એક પતિવ્રતા સ્ત્રીની માફક પરમકૃપાળુદેવની ભક્તિ કરવી છે, તે કોઈ લૂંટી શકે તેમ નથી. કેઈની તાકાત નથી કે તે આ શ્રદ્ધા પલટાવી બીજી શ્રદ્ધા દાખલ કરી શકે. શ્રદ્ધા એ જ મારું જીવન છે. ભલે સંગ હ, વિયેગ હે, તે તે પલટાતી બાબત છે. પણ આત્માની સાથે અખંડ રહે છે તે એક શ્રદ્ધા છે. તેમાં નથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દની જરૂર. તે તે હદયને વિષય છે. જેમ એક ધણી ધાર્યો તેની માન્યતા બાઈઓ મરણ સુધી ટકાવી રાખે છે, તે મરદ તેટલું પણ ન કરી શકે? જે જે સુખદુઃખાદિના પ્રસંગે છે તે ભક્તજનેને પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ સમજાય છે. જે થાય તે ભલું માનવામાં આવે એવું પરમકૃપાળુદેવનું કથન તેને માન્ય થયું હોય છે; તેથી જેમ ગળે પ્રસાદ પ્રસન્ન ચિત્તે આરેગે છે, તેમ કડવો પ્રસાદ પણ તેટલી જ પ્રસન્નતાથી વધાવી લે છે. તેમાં પરમકૃપાળુદેવની કૃપાનું તેને દર્શન થાય છે. નાના બાળકોને તેની મા એક સ્તનમાં દૂધ ખલાસ થઈ જવાથી ત્યાંથી વછોડી બીજા સ્તને લઈ જવા તેનું માથું ફેરવે છે પણ બાળકને ભાન નથી તેથી તે રૂએ છે અને મને મારી મા ધાવતાં છેડાવી લે છે એમ માની કલેશ કરે છે, પણ બીજા સ્તને તેને મૂકે છે ત્યારે શાંત થાય છે તેમ પરમકૃપાળુદેવના આશયનું ભાન ન હોવાથી જીવ સંકલ્પ-વિકલપ કરી દુઃખી થાય છે, પણ પરિણામ આત્મોન્નતિને પિષક સમજાય ત્યારે લેશ દૂર થઈ શાંતિ થાય છે. જેને શ્રદ્ધા સતત ચાલુ રહે છે તેને ક્લેશનું સ્વપ્ન પણ આવતું નથી. આંખ સુખદુઃખનું કારણ નથી. “સમજણ વિના રે સુખ નહીં તુજને.” ઘણા બે આંખેવાળા મરતાં સુધી કર્મો બાંધી આંખરહિત એક-બે-તેઈન્દ્રિયમાં રઝળે છે અને સૂરદાસ, બિલ્વમંગળ, મિલ્ટન, હેલન કેલર આદિ ચક્ષુ ગયા છતાં જગપ્રસિદ્ધ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy