________________
૫૧૫
પત્રસુધા અને ભક્ત થયા છે. એટલે આપણું હિત શામાં છે તે પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દશ્ય છે. નાના બાળકની પેઠે કલેશિત થવામાં કલ્યાણ નથી. “જે થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ લક્ષ વારંવાર રાખવાથી અંતરમાં શાંતિ વર્તાશેજી.
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે, એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિયે રે.
ભવિકા, વીરવચન ચિત્ત ધરિયે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૫૭
ઇંદોર, તા. ૬-૧-૪૫ "दानी न होगा आपसा, हमसा न अज्ञानी कहीं, अवलंबन केवल है हमारे आप ही, दूजा नहीं; भवसिंधुके भव-भ्रमरमें हम डूबते हैं हे प्रभो !
बोधि-समाधि-दानसे भवपार कर दो हे विभो !" પ્રારબ્ધ અનુસાર જીવને આજીવિકા યથાપ્રયત્ન મળી રહે છે. તેમાં ધનના લેભ કરતાં કે બીજી અપેક્ષા કરતાં જીવન શાંતિમય જાય એવી ભાવનાથી જે પ્રયત્ન કરવા જવા ઇચ્છે છે તે પ્રશંસાપાત્ર છે. મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેનને સંબંધ સચવાય અને કલેશનું કારણ ઊપજે તે પણ ગૌણ કરી, ભક્તિના લાભને મુખ્ય માની વર્તી શકાય તેમ લાગતું હોય તે સાથે રહી ધંધો કરતાં તેમાં કંઈ હરકત નહીં. જ્યાંત્યાંથી કલેશરહિત થવું છે અને રાગદ્વેષને દૂર કરવા મથવું છે, આ એક લક્ષ રાખ ઘટે છેજ. સંપ અને સત્સંગ એ આ કાળમાં જીવને વિશેષ હિતકારી છે. તેનું આરાધન આત્માર્થે કરવા ભલામણ છેજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૫૮
અગાસ, તા. ૧૧-૨-૪૫ તત કે સત્
મહા વદ ૧૪, રવિ, ૨૦૦૧ પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ,
મેક્ષ થતાં સુધી રહે, આપ પ્રભુની સેવ. વિ. શુભેચ્છાસમ્પન્ન સાધ્વીજીને પત્ર મળે. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છે. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું વીશીમાં છે તે વારંવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છે.જી. તેમાં જણાવ્યું છે –
આણુ સાધ્ય વિને ક્રિયા રે, લેકે મા રે ધર્મ, દંશણ, નાણુ, ચારિત્રને રે, મૂળ ન જાણે મર્મ છે. ચંદ્રાનનટ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન,