________________
૫૭.
પત્રસુધા ૫૪૮
આહેર, તા. ૧૯-૧૧-૪૪ મંદાક્રાન્તા – મંત્ર મં સ્મરણ કરતે કાળ ગાળું (કાઠું) હવે આ
જ્યાં ત્યાં જેવું પરભણ ભૂલી, બેલ ભૂલું 'પરાયા; આત્મા માટે છેવન ઍવવું, લક્ષ રાખી સદા એ,
પામું સાચે જીવનપલટો, મોક્ષમાર્ગ થવાને. (પ્રજ્ઞાવધ – ૭)
હે બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા! પ્રસન્ન થા!” (હા. નં. ૩-૨૬) હે જીવ! આ ક્લેશરૂપ સંસારથકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગ્રત થા! જાગ્રત થા !નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.”(૫૦૫)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનથી તમને અશાંતિના કાળમાં શાંતિનું કારણ બનેલ છે, એમ વાંચી વિશેષ સંતોષ થયે છેજ. આવા વખતમાં જ સત્સંગનું માહા વિશેષ કરીને સમજાય છે, તથા જીવનપર્યત સત્સંગની અસર ટકી રહે તેવી દઢતા થાય છે. આ કાળમાં જીવમાં વૈરાગ્યની ખામીને લીધે નાશવંત અસાર સંસાર મેહક, સુખરૂપ લાગે છે પરંતુ જીવનમાં પૂર્વકર્મના બળે એવા પ્રસંગે પણ પ્રાપ્ત થાય છે કે જ્યારે સંસાર ભયંકર, નિરાધાર, દુઃખના દરિયા જેવો ભાસે છે અને આવા સંસારમાં જીવવું કે ફરી જન્મવું તે અસહ્ય થઈ પડે છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની પુરુષ કે તેના અનુભવરસથી છલકાતાં વચનને આધાર પ્રાપ્ત થાય તે જીવને સંસારનું ભયાનક સ્વરૂપ જે જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તે યથાર્થ સમજતાં વાર લાગતી નથી; અને આવા દુઃખદ સંસારથી મુક્ત થવાનું અને આત્માન અનંત સુખની સદા કાળ જ્યાં અનંત કાળ સુધી પ્રાપ્તિ ટકી રહે તેવા મેક્ષ માટે જીવ સર્વે પ્રયત્ન શક્તિ- ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાનું કરે છે અને જયવંત નીવડે છે. પુરુષના ગે જીવને સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેનું આરાધન અહેરાત્ર જીવ કરે તે દુસ્તર સંસાર ગાયની ખરીથી થયેલા ખાડા-પગલામાં રહેલા પાણી જે સુગમ થઈ જાય છે. હવે જીવે પિતે લેકલાજ મૂકીને પુરુષાર્થ કરવો ઘટે છે જી.
“અબ તે મેરે રાજ રાજ દૂસરા ન કઈ
સાધુ-સંગ બૈઠ બૈઠ લોકલાજ એઈ. અબ તે મેરે.” એવા ભાવ અનન્ય આશ્રયભક્તિના કરતા રહેવા ભલામણ છે. આપે પત્રમાં ભાવના દર્શાવી છે તે સફળ થાય તેમ કરવા યોગ્ય છે”. આ દુષમકાળમાં સત્સંગ જ શાંતિનું કારણ છે.
“સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, પૂર્વ કર્મનાં જડિયાં.” – નરસિંહ મહેતા “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દેષ જોવામાં ન આવે; પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું એગ્ય છે.” (૩૧) એવું પરમકૃપાળુ દેવનું વચન છે તે લક્ષમાં રાખી, પરમકૃપાળુદેવની કૃપા કંઈક સત્યમાર્ગમાં આગળ વધારવાની હશે
૧. કુસંગે સાંભળેલાં વચન, સંસારી સંસ્કારે