________________
૫૦૬
બેધામૃત ૫૬
અગાસ, સં. ૨૦૦૧ પરસ્પર લાભનું કારણું થતું હોય તે બીજી બાબતે ગૌણ કરી મુમુક્ષુજીને સહવાસ પ્રેમપૂર્વક કર્તવ્ય છે. જેને નેકરી કરવી હોય તેણે નિમકહલાલીથી આજીવિકાળે કર્તવ્ય છે પણ જે નોકરીમાં ઘણે વખત ગાળ પડે અને આત્મહિતને અર્થે કાળ ગાળવામાં મુશ્કેલી પડે તેવી નોકરી કરતાં મુમુક્ષુભાઈને ત્યાં જે રહેવાનું અને તે તે પિતાનું જ કામ જાણી કાળજીથી બને તેટલી નોકરી કરી બાકીને વખત સ્વપરને હિત થાય તેવી ધર્મચર્ચા, વાચન, મનનમાં જાય તે જીવનની ઉન્નતિનું તે કારણ છે.
પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ધર્મને નામે બીજાને ભેળવી, ધર્મની વાતેથી રાજી થઈ વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તે જીવને અર્ધગતિનું કારણ છેજ. માટે જેની પાસેથી આજીવિકાનું સાધન મળે તેને બેજારૂપ ન થતાં નિમકહલાલીથી (પ્રામાણિકપણે) બને તેટલું કામ દુકાનમાં પણ કરવું ઘટે. કામ શીખતી વખતે ઓછા ઉપયોગી થાય તે પછી તેને બદલે કામ શીખ્યા પછી વાળ. પણ કામ શીખીને માત્ર ધનની લાલચે વિશેષ પગાર મળે ત્યાં ન જવું વગેરે વ્યવહારનીતિ લક્ષમાં રાખનાર આ ભવ, પરભવમાં સુખી થાય છે.
પ૪૭
અગાસ, તા. ૬-૧૧-૪૪ એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત.” “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ ” જો ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિ આત્માર્થ.”—શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે કહેવામાં બાકી રાખ્યું નથી. આપણું કામ તેની આજ્ઞા ઉઠાવવાનું છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” તેને વિચાર કરી આજ્ઞામાં એકતાર થવાને સપુરુષાર્થ કર્યા કરે. “શ્રીમદ્ વીતરાગ ભગવતીએ નિશ્ચિતાર્થે કરેલે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદૂભુત, સર્વ દુઃખને નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવત વર્તે.” (૮૪૩) આવા ધર્મનું ફળ માગવું પડે તેમ નથી. ચિંતામણિ પાસે ચિંતવીએ તે ફળ આપે, પણ સાચે ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છે. ધર્મ આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છે. એવી બીજી કઈ કમાણી નથી. અપૂર્વ પ્રેમે જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ-પાટણ સુલભ જ છે. કેવાં શાંતિપ્રેરકએ વચને પરમકૃપાળુદેવે ઉચાર્યા છે ! તેની ઉપમા શોધવી તે જ વ્યર્થ છે. “પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે.” (૩૭)
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ