SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ૫૦૮ એ વિશ્વાસ રાખી, હાલ તે આર્તધ્યાન તજી ધર્મધ્યાન માટે બને તેટલે પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. સદાય સૂર્ય ઉપર વાદળ આવેલું રહેતું નથી તેમ અંતરાય કર્મ પણ કાળે કરીને દૂર કે મંદ થતાં વિશેષ પ્રકાશની પ્રાપ્તિ થવી ઘટે છેજ. સમજાય, ન સમજાય તે પણ પરમકૃપાળુદેવનાં વચનનું આરાધન કર્યા રહેશે તે એ વેગ આવી મળશે કે જ્યારે તે પરમ આનંદનું કારણ ગ્યતા કળે થશે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ૪૦ આહેર, માગશર સુદ ૫, સેમ, ૨૦૦૧ પત્રમાં તમે લખો છે કે વાંચતાં આનંદ આવે છે, પણ વિચાર આવતું નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે વાંચનમાં, શ્રવણમાં રસ આવે છે ત્યારથી વિચારદશાની ભાવના જાગે છે. જેમ જેમ શ્રવણ, વાંચનનું બળ વધતું જાય, સ્મૃતિમાં વિશેષ વિશેષ વિચારને સંચય થતે જાય, તેમ તેમ જ્ઞાનીનાં વચને પ્રસંગને અનુસરીને સ્મૃતિમાં કુરતાં જાય; તેને આધારે પિતાના વિચારે પણ નાનાં બાળક માબાપની આંગળી ઝાલી ચાલે તેમ સાથે સાથે પ્રવર્તે છે. એમ કરતાં કરતાં જ્યારે વિશેષ પ્રસંગે પરિચિત જેવા બની જાય છે ત્યારે જ્ઞાનીના વચનને આધાર ન હોય તે પણ તેના વચનના આશયને અનુસરીને જ્ઞાનીને સંમત હોય તેવા વિચારો જીવને સહજ કુરે છે. એ બધાનું મૂળ પુરુષની શ્રદ્ધા, તેનાં વચનેમાં પ્રીતિ અને તેના આશય પ્રત્યે બહુમાનપણું છે). આ પ્રથમ હશે તે બધું ક્રમે ક્રમે પ્રાપ્ત થશે. મૂળ વિચાર તે એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદ્રિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા ગ્ય છેજ. તેમાં જાગૃતિ રહેવા અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છે”. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૫o આ હેર, તા, ૨૦-૧૧-૪૪ તત્ ૐ સત્ માગશર સુદ ૫, સોમ, ૨૦૦૧ મંદાક્રાંતા – મંત્ર મંચે, સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પર ભણું બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવન-પલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવધ – ૭૪) ભાવાર્થ : પરમકૃપાળુદેવની અનંત કૃપાથી જે મુમુક્ષુછવને સંતના ગે અને સાથે સંસાર ઝેર જે, રાગદ્વેષથી બળ અને એકદમ તજવા યોગ્ય તથા સ્વપ્નમાં પણ પ્રિય ના લાગે તે સ્પષ્ટ સમજાય છે તથા મહા પુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમકૃપાળુદેવ સમાધિમરણના કારણરૂપ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે, એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ છે તથા તે જ ભવસાગર તરવામાં નાવ સમાન છે એમ જાણ જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહા મંત્રને આધાર દઢતાપૂર્વક ગ્રહણ કર્યો છે, તે ભાગ્યશાળી મુમુક્ષુ પિતાની ભાવના ઉપરની કડીમાં પ્રગટ કરે છે કે હે ભગવાન! જ્યાં સુધી મંત્ર મળે નહોતે ત્યાં સુધી તે આ જીવ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy