________________
પત્રસુધા
૪૯૫
૫૩૦
અગાસ, તા. ૨૪-૮-૪૪ જેને સરુ પ્રત્યે દઢ શ્રદ્ધા છે અને આ દેહે આ મસાધન કરી લેવાનો નિર્ણય છે તેને વિઘો પ્રતિકૂળ થવાને બદલે અનુકૂળ થાય છે. ખરી રીતે તે જેને ભાવ પરમાર્થઆરાધનામાં મંદ થતો જાય છે તે માંદો ગણાય. પરંતુ આ પૂર્વનાં પાપના ફળરૂપ અશાતા દૂર થતાં ધર્મ વિશેષ ઉત્સાહથી આરાધવે છે એવી જેની ભાવના રહેતી હોય તે મંદતા ભજતું નથી. ભાવ ઉપર મોટો આધાર છે. જોકે નિમિત્ત-આધીન ભાવે થાય છે પણ રુચિ કે નિર્ણયને ફેરવવાને વર્તમાન સંગે સમર્થ નથી. વર્તમાન સંગેની ઉપરવટ થઈને પણ રુચિ કે નિર્ણય પિતાનું સામર્થ્ય પ્રવતાવી શકે છેજ. આ વાતને ખાસ વિચાર કરી તેની તપાસમાં ઉપગ પ્રેરવા વિનંતી છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૩૧
અગાસ, તા. ૨૫-૯-૪૪ તત્ સત્
આ સુદ ૮, સોમ, ૨૦૦૦ પતિવ્રતા ભક્તિ વૃત્તિ, લહે ભગવત્ પદ સાર; વેશ્યાવૃત્તિ ભક્તિ થયે, ન લહે પ્રભુ-ભત્તર. ડગમગ ઠાલી શાની કરે ? તારું ધાર્યું ન થાય; ગમતું થાશે ગોવિંદનું, કેઈનું જાણ્યું ન જાય. મનજી મુસાફર રે, ચાલે નિજ દેશ ભણી;
દેશે ઘણા દેખ્યા રે મુસાફરી થઈ છે ઘણ-મનજી” પૂ.બહેનને કાગળ હતું. તેમાં તે લખે છે – “મારા મોટા મામા ગુજરી ગયા તેથી મારી બાને બહુ જ આઘાત થયે છે.” શરીરની વેદના કરતાં પણ માનસિક વેદના વિશેષ દુઃખદાયી છે અને ઘણાં કર્મ બંધાવે છે એમ જ્ઞાની પુરુષે કહે છેજ. તેથી એવા પ્રસંગમાં સત્સંગ, સવાંચન, ભક્તિ, મંત્રના સ્મરણમાં રહેવું કે પોતાના મરણને વિચાર કરે કે મારે પણ સમાધિમરણ કરવાનું મહાન કામ કરવાનું હજી બાકી છે, તે જે બાબતમાં મારું કંઈ ચાલે તેવું નથી તેમાં ચિત્ત દેવું, તેને માટે ખેદ કર કે તેના વિચાર કરવા મને છાજે નહીં. ટ્રેનમાં બેસી સંઘ સાથે જાત્રાએ જવું હોય ને ટ્રેનને ટાઈમ થવા આવ્યું હોય ત્યારે બીજી નકામી વાત કરવામાં કઈ બેટી થતું નથી, તે હવે વૃદ્ધાવસ્થાને વખત તે ટ્રેનના ટાઈમ કરતાં વધારે અગત્યને ગણી જેટલું ભાગ્યમાં આ ભવમાં રહેવાનું હોય તેટલી ક્ષણે સન્માર્ગમાં જ જાય તે પ્રબંધ કરી રાખ ઘટે છે. ભરત ચક્રવત જે ઉદ્યોગ, છ ખંડની સંભાળ રાખનાર, તેણે પણ પરમાર્થ ન ચુકાય માટે એક નેકર રાખ્યો હતો કે તે વારંવાર પોકારે કે “ભરત ચેત, મરણ માથે ઝપાટા દેત.” તે આપણે જેવાએ તે બચતી ક્ષણે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં ગાળવા ગ્ય છે.
હવે તે એક પરમકૃપાળુદેવનું શરણ આ ભવમાં પુણ્યના ભેગે મળી આવ્યું છે તે તેને જ આશરે દેહ છોડે છે. પતિવ્રતા મીરાંબાઈ જેવી ભક્તિ લઈ મંડવા લાગ્યા છે. કર્યું તે કામ, કરીશું, કરીશું કરતાં કરતાં ઘણા મરણની જાળમાં ફસાઈ ગયા, તે આપણે બીજાના દાંતે