________________
૪૯૬
મેધામૃત
પણ ચેતી લેવું કે અચાનક મરણુ આવી ઉપાડી જનાર છે, તે પહેલેથી બને તેટલું ધર્મધ્યાન કરી લેવું. આખરે પરાધીન અવસ્થા થશે ત્યારે કંઈ નહીં બને. માટે એક ક્ષણ પણ પરભાવમાં કે પરકથામાં ન જાય તેમ કરવા ભલામણ છેજી. રાજ મરણ સંભારીએ તેા વૈરાગ્ય આવે પણ જીવ બીજામાં રાચીને ભૂલી જાય છે. આખરે શું કામનું છે? તેના લક્ષ રહેતે નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ એધમાં કહેલું — શું કરવા આવ્યા છે? અને શું કરે છે?’’ આટલામાં તેા ઘણી ગહન વાત સમાય છે, પણ વૈરાગ્ય વિના હૃદયમાં આવી વાતા રહેતી નથી, પથ્થર ઉપર પાણીના રેલાની પેઠે વહી જાય છે. “કથા સુણી સુણી ફૂટથા કાન, તેાયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” આવી ગાળા જ્ઞાનીપુરુષોએ દીધી છે, તેવી ગાળાને પાત્ર હવે નથી રહેવું એવે। દૃઢ નિશ્ચય કરી, તે જ્ઞાનીપુરુષની અનન્ય ભક્તિ કરી આત્મજ્ઞાન આ ભવમાં પ્રગટાવવું જ છે એવી દાઝ ઊંડી અંતરમાં રાખી ભક્તિમાં તદ્દીન થતાં શીખવાનું છેજી.
૫૩૨
અગાસ, તા. ૩૦-૯-૪૪
આપના પત્ર આજે મળ્યા. સમાચાર જાણ્યા. અશાતાવેદનીય દુઃખ ઉપરાંત ધર્મ આરાધનમાં 'તરાયનું નિમિત્ત છેજી પૂર્ણિમા તથા પડવાના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના અવતારની તિથિ છે તથા પ. પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનના મહાત્સવ તે જ દિવસે છે. તે શરીર સારું હોય તે સની સાથે દરેક ગાથાએ નમસ્કાર પણ થાય, પણ તેમ ન બને તે ત્યાં રહ્યા રહ્યા પણ ભાવના કરવી અને જે આવી પડ્યું છે તે સમભાવે સહન કરવાના લક્ષ રાખવે ઘટે છેજી. પ્રારબ્ધમાં હર્ષ શાક ન કરવો તે પુરુષાર્થ, સત્પુરુષાર્થ છે”. તે વખતે સ્મરણ, ભક્તિ તથા સત્પુરુષના સમાગમની સ્મૃતિ વગેરે ભાવનામાં ચિત્ત રાકવું અને શ્રી ગજસુકુમાર જેવા મહા વેદનામાં સમભાવ રાખી શક્યા તે મારે પણ કતવ્ય છે એમ હિંમત રાખી ધર્મધ્યાનમાં વૃત્તિ ટકાવી રાખવી. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છેજી. પરાધીનપણું જીવે નરક, તિર્યંચગતિમાં ઘણાં દુ:ખો વેઠમાં છે તે સમજણપૂર્ણાંક આ ભવમાં સદ્ગુરુ શરણે જેટલું વેઠી લેવાશે તેટલા મેજો આછે થાય છેજી.
“મૂળમાં ઘા કરવો. દેહ અને દેહના અંગે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, સ્વજન, કુટુંબ, ધન વગેરે જે કંઈ ‘હું અને મારું' ગણાય છે, તેમાંનું કઈએ મારું નથી. એ સર્વ માત્ર મનની કલ્પના છે, ભ્રાંતિ છે. હું તે હે પરમાત્મા ! તમારું બિરુદ (મંત્ર) ગ્રહું છું, દીન અલ્પજ્ઞ ચરણરજ છું. એમ સમયે સમયે વિચારી — હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું, સ્વભાવપરિણામી છું, જે સર્વ વિભાવિક સ્વરૂપ છે તે સ્વરૂપથી ભિન્ન છું, હું સર્વાંના દ્રષ્ટા છું – શ્રી સદ્ગુરુ દેવના મુખથી શ્રવણ થયેલ વચનામૃત વારંવાર વિચારવાં, તેમની મુખમુદ્રા અને ચારિત્ર વાર’વાર હૃદયમાં નિદિધ્યાસન કરવાં.'' ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૩૩
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
અમાસ, તા. ૧-૧૦-૪૪