________________
૪૯૪
આધામૃત
ભાવના કર્તવ્ય છેજી. તેને બદલે વ્યાકુળ થઈ જઈ ખોટા વિચારાના પ્રવાહમાં તણાઈ રાગદ્વેષની વૃદ્ધિ કરે તેને અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી આકરાં કર્મ બંધાય તે પણ આ ચાલુ કર્મ ઉપરાંત પેાતાને જ ભાગવવાનું ભાથું તૈયાર કરે છે. માટે નવાં કર્મ બંધાય છે, તે ભાવના આધારે ખ ́ધાય છે એવી સમજ રાખી, સમભાવથી કર્મ બંધાતાં નથી તે અર્થે જે જે સાધના ઉપયેાગી લાગે તે આ ભવમાં કરી લેવા ચેાગ્ય છે. પછી ખીજા ભવમાં કઈ બની શકે તેમ નથી; માટે ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ પરમકૃપાળુદેવનું વચન વિચારવા વારવાર ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૧-૯-૪૪ આસા સુદ ૪, ૨૦૦૦
૫૨૯ તત્ સત્
જ્ઞાની કે
અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કાય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રાય.’(૧૫)
બાંધેલાં કર્મ કોઈ નિમિત્ત પામીને પૂર્વના પાપના ફળરૂપ અશાતાવેદનીરૂપ ફળ ચખાડે છે. તેવે પ્રસ ંગે જે જ્ઞાનીપુરુષા હોય છે, તેમણે દેહનું સ્વરૂપ નાશવત, અસાર, વેદનાની મૂર્તિરૂપ પ્રગટ જાણી તેના ઉપરનેા મેાહ છોડયો છે તેથી ધીરજ ધારણ કરી દેહમાં થતી વેદનાને વેઢે છેજી; સમભાવ કે આત્મભાવના વેદના વખતે પણ તજતા નથી. પણ એવી સમજણુ ન હેાય તેણે એવા પ્રગટ આત્મસ્વરૂપ પરમકૃપાળુ સદ્ગુરુને શરણે તેણે આપેલા સાધનમાં વૃત્તિ રોકી, જે આવ્યું છે તે પોતાનું જ પૂર્વનું કરેલું કર્મ પ્રગટ થયું તે ફળ આપી ચાલ્યું જશે, પણ નવું કર્મ ન બધાય માટે જ્ઞાનીએ જાણ્યા છે એવા આત્મા તથા તેની આજ્ઞા મારે આધારભૂત છે, તેને જ શરણે આ દેહ પૂરા થાએ, એ ભાવના રાખી ગમે તેટલાં દુઃખના પ્રસ`ગમાં પણ આર્ત્તધ્યાન એટલે હું દુઃખી છું, દુઃખી છું એવી ભાવનામાં ન ચઢી જવું. મંત્રનું સ્મરણુ ખળ કરીને પણુ ચાલુ રાખવું. એ જ એક આધાર છે. એ પ્રસંગે કરેલું ખળ એ વેઢનીનેા કાળ નીકળી ગયે પણ કામ આવશે, અને અત્યંત આકરા એવા મરણના પ્રસંગની તૈયારીરૂપ આ કાળ ગયા ગણાશે. જેટલી સહનશીલતા કેળવાઈ હશે તેટલા દુઃખને જો એ લાગશે. વેદનામાં વૃત્તિ તણાઈ જાય ત્યારે જાણવું કે હજી વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. માટે આ મટી ગયા પછી પણ સત્તાધનમાં વિશેષ વૃત્તિ રાખી આત્મબળ વધારવાના દૃઢ નિશ્ચય પણ આવા પ્રસ`ગે બની આવે છેજી. અનાથી મુનિ, નમિરાજિષ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સ'સારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સ'સારમાં ક્રી જન્મવું ન પડે તે અર્થે સસાર ત્યાગી એક આત્મા માં જ જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગેામાં પણ મેાક્ષનાં કારણેા છુપાયેલાં છે તે સમજી આત્માર્થ પાષવાનુંકામ વિચારવાન જીવનું છેજી. ખીજાનાં દુઃખ દેખીને પણ ખુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તા પેાતાની ઉપર આવી પડેલાં દુઃખના વિચાર કરી તેથી સર્વથા મુક્ત થવાની ભાવના મુમુક્ષુ જીવને કેમ ન થાય ? થાય જ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ