________________
પત્રસુધા
૪૯૩ નિવેરબુદ્ધિવાળા બની શાંત થવા યોગ્ય છે. એમ દર વર્ષે નામું માંડી વાળવાના અભ્યાસવાળાને લાંબાં કર્મ બાંધવાને વેગ ઓછો બની આવે છે. જેની સાથે અણબનાવ થયેલ હોય તેની સાથે માંડવાળ કરી લેવાની ભાવના દરેક મુમુક્ષુના હૃદયમાં હોય છે, તેમ કુટુંબીજને પણ પૂર્વને સંસ્કારે એકત્ર થયાં છે, તેમની સાથે પણ કઈ પણ પ્રકારની વેરબુદ્ધિ મનમાં રાખવી ઘટતી નથી. આપણા મનમાંથી કાઢી નાખવું કે “આ ખરાબ છે, દેષિત છે, મારું બગાડનાર છે, મારા કુટુંબને પજવનાર છે કે મારા પ્રત્યે અભાવ રાખનાર છે.” આવા ભાવ ભૂલી જઈ આજથી જાણે ન સંબંધ બંધાતું હોય તેમ ચેષ્મા-કેરા કાગળ જેવા થઈ જવું. મુખ્યપણે તે આપણું અંતર ચેખું કરવું છે અને તે આપણા હાથની વાત છે. જગતમાં મારે કોઈની સાથે વેર નથી, કેઈનું ભૂંડું મારે ઈચ્છવું નથી, ભૂંડું કરી ગયું હોય તેનું પણ ભલું જ. મારે તે ઈચ્છવું છે. આ પ્રકારની ભલાઈ રાખવાથી કઈ પણ પ્રકારે નુકસાન નથી, ઊલટી આત્મશાંતિ પ્રાપ્ત થવાની યોગ્યતા મળે છે. બીજાને આપણા પ્રત્યે અભાવ વર્તતે હોય અને તે કોઈ ઉપાયે ટળી શકે એમ લાગતું હોય તે તન, મન, ધનથી ન્યાયમાર્ગ ઉપાય લઈ લેવા. જે ન બની શકે તે આપણું મનનું સમાધાન કરી ભવિષ્યમાં તેના સદ્ભાગ્યે તેને ભલી મતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના રાખી નિર્વેરબુદ્ધિ રાખવી તે સજજન પુરુષનું ભૂષણ છે.
આ તે એક તમારા ચિત્તમાં શાંતિ ટકી રહે તેનું સૂચન માત્ર કર્યું છે. બાકી તમારે તે હાલ તે કઈ પ્રસંગ ત્યાં દૂર રહ્યાં છે નહીં. વર્તમાનમાં સારા ભાવ સેવતા રહેશે તે ભવિષ્યમાં કેમ વર્તવું તે આપોઆપ સૂઝી આવશે. આજથી તેની પંચાત કરવા જેવું નથી. કાલે શું થશે તેની કેને ખબર છે? મહેમાનની પેઠે આ સંસારમાં કેટલાય માણસ સાથે સંબંધ અનેક પ્રકારના થયા અને થવા હશે તે થશે, પણ ભલા માણસે પિતાની ભલાઈ તજવા ગ્ય નથી. પ. પૂ. પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત કહેતા કે એક સંન્યાસી સાધુ નદીએ નાહવા ગયેલે તેણે પાણીમાં વીંછી તમે જોઈ દયા આવવાથી હાથમાં લઈ કિનારે મૂકવા વિચાર કર્યો, પણ હાથમાં લેતાં જ વીંછીએ ચટકે ભર્યો એટલે હાથમાંથી પાછા પાણીમાં પડી ગયે. ફરી તેણે તે વીંછીને હાથમાં લીધું કે ફરી ચટકે માર્યો, તે પણ ત્રીજી વખત તેણે તેને તણુતે બચાવી હાથમાં લીધે તે ત્રીજી વખત ચટકે માર્યો એટલે હાથમાંથી પડી ગયે. કિનારા પરના માણસે કહે, “ભાઈ! એ કરડ્યા કરે છે તે તું એને શા માટે ઝાલે છે?” તે સાધુએ કહ્યું, એને ધર્મ તે કરડવાને છે અને મારો ધર્મ દયા કરવાનું છે. એ એને ધર્મ નથી છેડતે તે હું મારે ધર્મ કેમ છડું ?” એમ કહી ચોથી વખત તેને હાથમાં લઈ કિનારે મૂકી દીધે. આ દષ્ટાંત આપણે વિચારવા જેવું છે. જિંદગીમાં અનેક વાર ઉપયોગી થાય તેવું છેજ. ગમે તે પ્રકારે પણ સ્વ-પર હિત થાય તેમ હોય તે લક્ષ રાખ. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૨૮
અગાસ, તા. ૧૭-૯-૪૪ આપની ભાવના આશ્રમમાં આવવાની છે એમ પત્રમાં હતું. તે પુણ્યને ઉદય થાય ત્યારે જ બને છેજ. પણ સત્સંગની ભાવના તે નિરંતર કર્તવ્ય છે. ઉપાધિના પ્રસંગે પણ પિતે જ બાંધેલા છે, પિતાને જ ભેગવવાના છે, પણ બને તેટલી સમતાથી ભેગવવાની