________________
૪૯૦
ધામૃત
રહે?” એમ “બહુ પુણ્યકેરા પુંજથી પદમાં કહેલું છે ત્યાં પણ ઉપયોગ ચૂકી જીવ પરભાવમાં રમણ કરી રહે છે તે પિતાનું ભાવમરણ છે. તેને માટે આપણને સ્મરણમંત્ર મળે છે તેને અહોરાત્ર જાપ થયા કરે એવી ટેવ પાડી વૃત્તિ જ્ઞાનીની આજ્ઞામાં રાખવાથી ભાવમરણ કે આત્મઘાત – પિતાની હિંસા થતી જીવ બચાવી શકે. આમ થવા માટે બીજા ગમે તે કહે, દુઃખ દે, વ્યાધિ-પીડાથી વિઘ આવે પણ સ્મરણમાં લક્ષ રાખી બધું ખમી ખૂંદવું. પિતાનાં પરિણામ લેશિત ન કરવાં. શા માટે? પરમાર્થ – આત્માર્થ સાધવા માટે. લેશનાં કારણોથી દૂર રહેવું અને આવી પડે તો પણ ક્લેશિત પરિણામ એ જ આત્માની ઘાત છે એમ જાણી તેવા ભાવ ભૂલી જઈ આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે તે માટે રાખવા પ્રયત્ન કરે છે. ભૂંડું કરે તેનું પણ મારે ભલું ઈરછવું. સંયોગ જોવા મળે છે, તેવા નિમિત્તમાં જીવ રાગદ્વેષ કરે છે, તેથી મુક્ત થવા કહે છેઃ સંગે બધા છૂટી જવાના છે, તે નાશવંત વસ્તુ માટે મારા આત્માને શા માટે લેશિત કરું? સર્વ અવસ્થામાં, રાગ કે દ્વેષ વખતે તેમ જ ભક્તિ કે સ્મરણ વખતે આત્મા હાજર જ છે. તેના તરફ ઉપયોગ દેવાની ટેવ હવે તે માટે પાડવી ઘટે છે. માટે જે થઈ ગઈ તે વસ્તુ ઉપરથી શિખામણ લઈ, તે દોષ ફરી નથી થવા દેવો એવો નિશ્ચય કરી આ મનુષ્યભવમાં જ્ઞાનીપુરુષ મળ્યા છે તેમણે આજ્ઞા આપી છે, ચેતાવ્યા છે તો તેમનું કહેલું કરી આ મનુષ્યભવ સફળ કરી સમાધિ-મરણ કરવાને લાભ જરૂર લઈ લે ઘટે છેજી. આ ટૂંકામાં છેલ્લી કડીને અર્થ છે તે તમે લખેલા પત્રના ઉત્તરરૂપ સમજવા જેવો છેજ. બની ગયેલ વાત ભૂલી જઈ ભવિષ્યની સંભાળ લેવી ઘટે.
તમે પત્ર લખે છે તે ઊકલે છે. અક્ષર નહીં ઊકલે એવા ડરથી પત્ર લખતાં અચકા વાની જરૂર નથી. કંઈ પૂછવું હોય કે મૂંઝવણ હોય તેને ખુલાસો થયે નિઃશંકતા થવાને સંભવ છેછે. ચિત્તને સ્વભાવ ગડમથલ કરવાનો છે અને મનની અશાંતિ શારીરિક અશાંતિ કરતાં વધારે ભયંકર છે. “મન બાળવા કરતાં હાથ બાળવા સારા” એમ કહેવત છે. શરીરના દુઃખ પણ મનમાં જેટલો દેહાધ્યાસ છે તે પ્રમાણે વેદાય છે. શરીરને ગમે તેમ છે તે પણ મારા પરિણામ આત્માનું – જ્ઞાનીની આજ્ઞાનું – વિસ્મરણ કરાવે તેવા થવા દેવા નથી આમ જેને નિર્ણય હોય તે શરીરની પીડા સહન કરતાં પણ આત્મા અઘ, અભેદ્ય, જરા, મરણ, વ્યાધિ આદિથી રહિત છે એવી ભાવના ટકાવી શકે છે. જેની વિશેષ દઢતા, સહનશીલતા હોય અને આત્મભાન સહિત હેય તેને શરીરનાં દુઃખમાં ઉપગ પણ ન જાય અને આત્મદશામાં મગ્ન રહી શકે છે. કહ્યું છે કે –
“આત્મભાવે રહ્યા છે તે બાહો છે વ્યવહારથી; અપૂર્વ પરમાનંદ યોગી લે સ્થિર યુગથી. બાહ્ય દુખે દુઃખી તે, યેગી ખેદ ન ધાર;
કર્મ કાષ્ટ બળે ઉગ્ર આત્માનંદ પ્રકાશતે.” શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપગ રહેવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ મોક્ષ થયે હતું. શ્રી દેવકરણછ મુનિને ક્લેરફેર્મ સુંઘાડ્યા વિના સાત વાર પગનું ઑપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયે પણ પરમકૃપાળુદેવનું શરણ