________________
પત્રસુધા
૪૯૧ ન છોડ્યું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી સ્વરૂપપ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય તેને તે વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા? તે શીખવાની નિશાળરૂપ અશાતાદનીય છે. શાતા વેદનીયમાં દેહ ને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આબે ખસી જાય છે, પણ વેદના ભોગવતાં ભેગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તે તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છે. જેને પુરુષને વેગ થયું છે તેણે તે વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવે. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભેગવી લીધું તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પર૫
અગાસ, તા. ૬-૯-૪૪ તઃ ૐ સત્
ભાદરવા વદ ૪, બુધ, ૨૦૦૦ ક્ષમાશૂર અહે પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર;
આત્માથે ઉપાસવા, પર્યુષણ દિન સાર. આપની ભાવના આત્મકલ્યાણ અર્થે રહેતી હોવાથી, કંઈ તે સંબંધી નથી બનતું તથા મંદભાવ થઈ જાય છે તેમ લાગે છે તે ફેરવવા તમારી ભાવના છે, તે પ્રશસ્ત છે. સંસારનું સ્વરૂપ જીવ વિચારે તે તેમાંથી કંઈ તેની સાથે આવે તેવું જણાતું નથી. ઊલટું કર્મબંધનાં કારણેથી ભરપૂર આ સંસાર વિચારવાનને સ્પષ્ટ સમજાય છે. તેથી જ આવા અસાર સંસાર ઉપરથી મેહ છોડી ચક્રવર્તી જેવા આત્મકલ્યાણ કર્વા ચાલી નીકળ્યા અને આ જીવને જાણે કેટલીય સાહ્યબી હોય તેમ તેવાં દષ્ટાંતે તરફ નજર સરખી નાખતું નથી અને મૂઢતામાં ને મૂઢતામાં વિષ્ટાના કીડાની પેઠે જ્યાં જન્મે છે ત્યાં જ આનંદ માની રહ્યો છે. હવે તે જીવે જરૂર ચેતી નકામી કડાકૂટ માની આ સંસારને મેહ મંદ કરી, નિર્મૂળ કરવા યંગ્ય છે. બીજા ભવમાં કંઈ બનનાર નથી. મનુષ્યભવમાં કંઈક વિચાર, વૈરાગ્ય કે આત્મસાધન બની શકે તે જેગ મળે છે, ત્યાં જીવ પાછે અનાદિના પાંચ ઈન્દ્રિયના વિષય અને ક્રોધાદિ કષાયોની પંચાતમાં પડી ડહાપણ કૂટે છે. તેમાંનું જીવને કંઈ જ કામનું નથી એ વિચાર દઢ કરી એક મંત્રમાં વૃત્તિને વારંવાર વાળવા યેગ્ય છે જ. જ્ઞાનીની આજ્ઞાના આલંબન વિના આ જીવનું કદી કલ્યાણ થવું ઘટતું નથી, તે તે આલંબન વિનાને કાળ જાય છે, તે વ્યર્થ ભવ હારી જવાય છે એટલે ખટકે જરૂર દિલમાં રાખવાગ્ય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, ભાદરવા વદ ૭, શનિ, ૨૦૦૦ તમે સટ્ટાની બાધાની માગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છે. જોકે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાધા તે આવી જાય છે, છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાધા નથી લીધી અને હવેથી લેવી છે, તે તે પણ યોગ્ય છે. પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા ગ્ય નથી જ, એવી તૈયારી થયે લેવા યોગ્ય છે. વ્યવહારમાં કેઈની સાથે બેલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું