________________
૪૮૮
બેધામૃત
પર૧ અગાસ, ભાદરવા સુદ ૧૫, શનિ, ૨૦૦૦ ગમે ત્યાં પણ પરમકૃપાળુદેવની ભક્તિથી આપણું અંતઃકરણ નિર્દોષ કરવા યોગ્ય છે. મરણનું આવવું અવશ્ય છે, પણ તે અનિયત હેવાથી તેની તૈયારી વિચારવાન જીવે કરતા રહેવી ઘટે છેજી. પરમકૃપાળુદેવનું શરણ દઢતાપૂર્વક આ ભવમાં રહે છે તે બની શકે તેમ છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૨૨
અગાસ, ભાદરવા સુદ ૧૫ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણુ દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” પૂ. એ ગાથાને વિશેષ અર્થ જાણવા અભિલાષા રાખે છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ કે તેના કારણરૂપ જે શમ, સંવેગ, નિવેદ, અનુકંપા, આસ્થારૂપ લક્ષણે કહ્યાં છે તેના સારરૂપ આ ગાથા છે. તે વિષે પરમકૃપાળુદેવે પત્રાંક ૧૩૫ લખેલ છે તે વારંવાર વાંચી, બને તે મુખપાઠ કરી તેની ભાવના કર્તવ્ય છે. ઘણી વાર વાંચીએ છીએ, સમજીએ છીએ, સમજવા પુરુષાર્થ કરીએ છીએ, છતાં તેમાં કહ્યું હોય તેમ નહીં કરીએ ત્યાં સુધી, જેમ દવા ખાધા વિના ગુણ કરે નહીં તેમ જ્યાં સુધી કષાયાદિ ઓછા નહીં કરીએ, મેક્ષ સિવાયની બીજી ઈચ્છાઓ ઓછી નહીં કરીએ તથા ભવભ્રમણનાં કારણે નહીં ટાળીએ અને એ રીતે પરમકૃપાળુનાં પરમ ઉપકારી વચનેમાં આસ્થા રાખી આ જીવને કર્મલેશથી બચાવવાની દયા નહીં રાખીએ ત્યાં સુધી આપણે જાણેલું, ભણેલું કે સમજેલું શા કામનું? માટે હવે તે બને તેટલી શાંતિ હૃદયમાં વસતી જાય; દિન દિન તેમાં વૃદ્ધિ થતી જાય; મેક્ષ માટે ખરા જિગરથી સૂરણ જાગે; સંસારની મેહજાળથી મુઝાઈ જીવ કંટાળતે જાય; લાખ રૂપિયા કમાય તે પણ સંતોષ ન થાય, પણ કરવા યોગ્ય છે તે પડ્યું રહે છે તે હદયમાં સાલતું રહે, ખટક્યા કરે; અને પરમકૃપાળુએ અનંત દયા કરી આ જીવને મંત્ર-સ્મરણાદિ નિરંતર અતિમાં રાખવા યોગ્ય આજ્ઞા કરી છે તેનું ક્ષણ પણ વિસ્મરણ ન થાય તેવી જાગતિ રહ્યા કરે તેમાં જ તલીનતા વધતી જાય અને આ પ્રકારે પોતે પોતાને મિત્ર બની, તેને અનંત પરિભ્રમણથી બચાવનાર, ખરે દયાને માર્ગ બતાવનાર, દોરનાર બને તેવું કંઈ ને કંઈ પુરુષાર્થ કર્યા વિના દિવસ ન જાય તેમ કરતા રહેવું ઘટે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર પિકાર કરીને કહેતા કે યેગ્યતા લાવે, યોગ્યતા લાવે; તારી વારે વાર, થઈ જા તૈયાર; શું કરવા આવ્યું છે અને શું કરે છે? એ વચને સંભારતા રહી મોહનિદ્રામાંથી હવે તે જાગી જવું ઘટે છેજી. પોતે જ કરવું પડશે. સંસારના પ્રપંચમાં તેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે સત્સંગની નિરંતર ભાવના રાખી બને તેટલે સત્સંગ સેવાયા કરશે તે જરૂર જીવપિતાનું હિત કરવા પ્રેરાશે. કેઈને માટે ક્યાં કરવું છે? ખરે સ્વાર્થ જ એ છે, પણ મેહ આડે તે ખબર પડતી નથી અને આવા ભયંકર કાળમાં તે વહેલું ચેતી લેવા જેવું છે. કાળની કોને ખબર છે? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે હવે પ્રમાદ કરવાથી શું વળવાનું છે? જેનાથી જેટલું બને તેટલું આ ભવમાં કરી છૂટવા જેવું છે. ફરી ફરી આ અવસર