________________
પત્રસુધા
४८७ આમ હિંમત રાખીને વેદે તેને નવાં કર્મ બહુ ન બંધાય, અને કાયર બની બૂમ પાડીને આર્તધ્યાન કરતાં વેદે તેપણ કર્મનું ફળ તે ભેગવવું પડે, પણ આ ધ્યાનથી આકરાં કર્મ બંધાય અને જે આયુષ્યને બંધ તેવે વખતે પડે તે તિર્યંચ એટલે પશુગતિ બંધાય. આમ જાણી “હું દુઃખી છું, હું દુઃખી છું એવું આર્તધ્યાન તજી “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને” (૧૪૩) એમ કૃપાળુદેવે કહેલું યાદ રાખી તેવી ભાવના ભાવવી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૨૦
અગાસ, તા. ૨૯-૭–૪૪ તત સત્
ભાદરવા સુદ ૧૧, ૨૦૦૦ આપે જે જે શુભ ભાવનાઓ દર્શાવી છે, તે પરમકૃપાળુદેવની જાણબહાર નથી. જેટલી આપણી યોગ્યતા, વૈરાગ્ય, મોક્ષની રુચિ, તે પ્રમાણમાં તે પરમકૃપાળુ પરમાત્માની કૃપા નિરંતર વગર માગ્યે મળ્યા જ કરે છેછે. આપણને દેખાય કે ન દેખાય તે પણ તેની કૃપા કર્મની પેઠે અદેશ્યપણે કામ કર્યું જ જાય છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – તું બાંધ અને હું છોડું, તું બાંધ અને હું છોડું એમ થયા કરે છે. “શ્રદ્ધા પરમ દુહા તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનું આ ભવમાં જેણે દઢ શરણ ગ્રહ્યું છે, તેણે કહ્યું છે તે જ છૂટવાનો માર્ગ છે, મારી શક્તિ પ્રમાણે મારે તે આરાધો છે; તેની આજ્ઞા મારે શિર પર ચઢાવી મારું આત્મહિત કરવા અર્થે આટલે ભવ પાપથી ડરતા રહીને ગાળ છે એ જેને દઢ અંતઃકરણથી નિર્ણય છે તેને ગમે તેવા સંગોમાં પણ છૂટવાનું જ બને છે. અજ્ઞાન એ જ અનંત પરિભ્રમણનું કારણ છે તેથી નિવૃત્ત થવાની જેની બુદ્ધિ થઈ છે અને સત્સંગ સપુરુષને સમાગમ આરાધવા જેને નિર્ણય છે તેને પછી જે પૂર્વસંચિત કર્મ છે તે જ અજ્ઞાનના આધારરૂપ છે; અને તે કર્મ તે સમયે સમયે ઉદય આવીને ચાલ્યું જાય છે એટલે કર્મ દૂર થતાં અજ્ઞાન નિરાધાર થઈ નાશ પામે છેજી, આમ પરમકૃપાળુદેવે પ્રકાડ્યું છે.
કલ્યાણનું કારણ પુરુષ પ્રત્યે અચળ નિષ્કામ ભક્તિ, તેની આજ્ઞાની ઉપાસના અને ભાવના છે. તે અર્થે ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, દાન આદિ સાધના કર્તવ્ય છે.
પૂનું લખેલું કાર્ડ મળ્યું છે. તેમણે તપશ્ચર્યા આદરી પૂર્ણ કરી છે તેમ કર્મના તાપને સમભાવે સહન કરી પરમ શાંતિપદ પામવામાં પુરુષાર્થ અખંડ રાખે અને પરમકૃપાળુ દેવની કૃપાથી તે માર્ગે આગળ વધે એ ભાવના ભાવું છું. ઈચ્છા-નિધિને તપ કહેલ છે. પરમ ઉદાસીનતાના પ્રતાપે ઈચ્છાઓ ઊગવા પામે નહીં અને પૂર્વ કર્મના ધક્કાથી ઈચ્છા ઊઠે તે પરમકૃપાળુદેવના બેધબળે મંદ પડી જાય, નિર્મૂળ થતી જાય અને પૂર્ણ-કામતા, નિસ્પૃહતા, પરમવીતરાગતાને લક્ષ રહ્યા કરે એ જ સાચો પુરુષાર્થ છે. જેની જેવી ભાવનાની પ્રબળતા, તેને તેવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છેજ. માટે જ્ઞાની પુરુષે “આતમભાવના ભાવમાં જીવ લહે. કેવળજ્ઞાન રે” એ લક્ષ આપણને ઉપદે છે તે ભૂલવા ગ્ય નથીજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ