________________
૪૮૬
બાધામૃત ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ સમજુ જીવે સમજવા યોગ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજીને પણ તેવા પ્રસંગમાં ઘણું આગળ વધવાનું બનેલું છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૧૮
અગાસ, તા. ૨૫-૮-૪૪ તત્ ૐ સત્
ભાદરવા સુદ ૭, ૨૦૦૦ જીવનો મોટામાં મોટો દોષ મારો હિસાબ તપાસતાં મને તે શિથિલતા સમજાય છે. શિથિલતા ટાળવી જીવને વસમી લાગે છે, પણ વિકટ પુરુષાર્થ વિશેષ જાગૃતિ વધારીને શિથિલતા હવે તે વેળાસર ટાળવાયેગ્ય છેજ. સત્સંગથી જ જીવનું કલ્યાણ થાય છે એ પ્રથમમાં પ્રથમ જીવને નિશ્ચય જોઈએ, અને તેને માટે જે વિધ્રો નડતાં હોય તેના ઉપાય અપક્ષપાતપણે વિચારી, શિથિલતાને માથે ઘણું પડે તેવા નિશ્ચય-બળની જરૂર છે. પરમકૃપાળુદેવે એક વાક્ય લખેલું સ્મૃતિમાં આવવાથી લખીને ટૂંકામાં પતાવવા ધારેલે આ પત્ર પૂરે કરું છું જીઃ
જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું, તે આ જોગ બન્યો તે પણ વૃથા છે.” (૪૭૯) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૧૯
અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૦ વેદનીય કર્મ શાતા-અશાતારૂપે ઉદય આવે છે અને આત્માને સુખ-દુઃખ બન્ને વિભાવનાં કારણ છે, એ સમજ વિરલા જીવને રહે છે. જેવું નિમિત્ત મળે તે રૂપે થઈને જીવ ઊભે રહે છે'. આ ભૂલ જ્ઞાની પુરુષોએ દીઠી, ત્યારથી તે શાતાની પણ ઈચ્છા છેડી, પરમ સુખસ્વરૂપ પરમાનંદી સહજાનંદી શુદ્ધ નિરંજન પરમાત્મસ્વરૂપની જ ભાવનામાં લીન થવાને અભ્યાસ આદરે છે. જેને પરમજ્ઞાની પુરુષની શ્રદ્ધા થઈ છે કે એક આ પરમકૃપાળુદેવ જ મને આ ભવમાં પરોપકારી છે, તેવા મુમુક્ષુઓ પણ વેદનીયકર્મના ઉદય વખતે તેમાં તદ્રપ ન બની જવાય માટે તે જ્ઞાનાવતાર પુરુષનું અનન્યભાવે શરણ ગ્રહે છે અને દઢ ભાવનાથી તેની આજ્ઞામાં ચિત્તને ચૂંટાડી રાખે છેજી. તીવ્ર વેદના વખતે પણ બને તેટલી ખેંચ, પુરુષાર્થ તે પરમજ્ઞાનીપુરુષના શરણમાં રહેવાનું રહે છેજી તથા પ્રાર્થના કરે છે કે “કૃપા કરીને રાખજે, ચરણતળે ગ્રહી હાથ રે, ધરમ પરમ અરનાથને,” તથા માને છે કે
“મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા
તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા” પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે, મનમોહન સ્વામી વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, મનમેહન સ્વામી.”
“જે સેવક સંભારજી, અંતરયામી રે આપ; યશ કહે તે મુજ મન તજી, ટળશે સઘળો સંતાપ;
સોભાગી જિન, તુમશું મુજ મન નેહ.” “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રોય.”