________________
પત્રસુધા
૪૮૫ ભમતાં આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભગવેલા દાણામાંથી એક એક દાણ લઈએ તે મોટો પર્વત જેવડો ઢગલે થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે તેમાંથી દરેક ભવનું એક એક ટીપું ભેગું કરીએ તે પણ દરિયે ભરાય એટલા બધા ભવ સુધી જીવે ખા ખા અને પાણી પી પી કર્યું છે તે પણ હજી તેને તૃપ્તિ થઈ નથી તે આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તો પણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતેષ સિવાય હવે તૃષ્ણ ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. માટે હવે તે ખાવા, પીવા, ભેગ ભેગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયાં છતાં જાણ્યું નથી, ભેગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલે લક્ષ રહ્યા કરે તે જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાન આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૧૭
અગાસ, તા. ૨૪-૮-૪૪ તત્ સત્
ભાદરવા સુદ ૫, ૨૦૦૦ "यह राग-आग दहै सदा, तातै समामृत सेईए, चिर भज्ये विषय-कषाय, अब तो त्याग निजपद लेईए।
कहा रच्यो पर पदमें ? न तेरो पद यहैं, क्यों दुःख सहै ?
___ अब दौल(त) होउ सुखी स्वपद रचि, दाव मत चूको यहै ॥" । “સંગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તે એક સસ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તે સહજત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ – આત્મા છે, નિત્ય છે એ આદિ છપદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે – એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. અને એમ માનવાથી જ, એ માન્યતા રહેવાથી – તે સાથે જે મરણ છે તે – સમાધિમરણ છે.” (પ્રભુશ્રીજીને બધી
જ્ઞાની પુરુષે શાતા કરતાં અશાતાને કલ્યાણકારી માને છે; કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે, અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે, ધર્મધ્યાનની ભાવના જાગે છે કે પ્રબળ બને છે, દેહનું સ્વરૂપ વિશ્વાસઘાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તેની પ્રતીતિ થાય છે ઘણું સાચવવા છતાં, વેદનાની મૂર્તિરૂપ તેને સ્વભાવ કૂતરાની પૂછડી સમાન ટાળ્યો ટળતું નથી, તેનું અનિત્ય, અસાર સ્વરૂપ સમજાતાં સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા, તેની શોભા, તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી મંદ આદર થાય છે અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાનીપુરુષના માર્ગને યથાર્થ આરાધવાને નિશ્ચય દૃઢ થાય છે. તદ્દન અસહાય અવસ્થામાં પરમશરણરૂપ પરમકૃપાળુદેવનું યોગબળ ગત ચમત્કારરૂપ, અનેક ભવ્ય જીને અત્યંત વેદના વેદતાં સ્પષ્ટ સમજા છે, તે શ્રી અનાથી મુનિ સમાન ભવ્ય જીવેને જીવન-પલટાનું પ્રબળ કારણ થઈ પડે છે. સંસ્કારી જીવેને અશાતા વેદનીય અવનવા અનુભવ કરાવે છે એ લક્ષ રાખી ખરી નિવૃત્તિને કાળ સમજી, ભાવિ જીવનનો