________________
૪૭૧
આધામૃત
અવસર મળવા દુČલ છે; તેા આર્ત્તધ્યાન કે ક્રોધાદિમાં રૌદ્રધ્યાન ન થાય તેની પણ બહુ સભાળ રાખવીં ઘટે છેજી. ક`ને કોઈની શરમ નથી. મહાત્મા હેાય પણ જો સંસારી ભાવનામાં ચિત્ત જાય તેા તેને પણ કર્મ બંધાય, તે આપણે શા હિસાબમાં ? માટે મનને નવરું ન રાખવું; વાંચવા, વિચારવા કે ગેાખવામાં તેને જોડી રાખવું. કંઈ ન બને તેા મંત્ર-સ્મરણ તેલની ધાર પેઠે અતૂટ રહ્યા કરે તેવા પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તે ક ંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિદ્વત્તા જોઈતી, નથી ખળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઈતી કે નથી ધન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ધગશ લાગવી જોઈએ, કે આ કેદખાનામાં -- હાડકાં-ચામડાં મળમૂત્રની કોઠીમાં – છત્ર પુરાયા છે તે ક્રીથી આવા ભવ લેવા ન પડે તે અર્થે સદ્ગુરુશરણે તેણે જણાવેલા મંત્ર કઈ પણ ઇચ્છા રાખ્યા વિના આત્માર્થે આરાધે તે પોતાનું અને પોતાના સ'સર્ગ'માં આવતા ઘણા જીવેાનું કલ્યાણ કરવા સમર્થાં થાય તેવે ઉત્તમ મત્ર પૂર્વના પુણ્યે અને પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યા છે તેનું રાજ વધતું જતું માહાત્મ્ય હૃદયમાં રહ્યા કરે તે જગતનાં દુઃખ તેને કંઈ પણ ન જણાય. માથા ઉપર સગડી કરી અંગારા ભર્યા તેાપણ જેને કઈ ન થયું, ન આવ્યેા ક્રોધ કે ન લાગ્યા મરણના ડર, પણ એક મેાક્ષની અભિલાષા વિશેષ પ્રદીપ્ત બની અને અંગારા ભરનારને ઉપકાર સમજાયા, મેાક્ષની પાઘડી માથે ખ'ધાવી એમ માન્યું એવા શ્રી ગજસુકુમારનું દૃષ્ટાંત જેમણે સાંભળ્યું હોય તેમણે હવે શું કરવું? એ વિચારવાનું કામ તમને સોંપું છું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૫૦૪
અગાસ
આ સસાર અસાર છે એમ જ્ઞાનીપુરુષા પાકારી પાકારીને કહે છે, તે તેમાં ને તેમાં વૃત્તિ નહીં રાખતાં, આ વર્ષે તે પરમકૃપાળુદેવ એક મારા પતિ છે તેને રાજી રાખવા આટલે મનુષ્યભવ ગાળવા છે એમ નિશ્ચય કરી તેની વાત પૃથ્વી, તેની જ વાત કરવી, તેની જ ભાવના કરવી, ખીજું કઈ ઇચ્છવું નથી એમ અંતરમાં દઢ કરવા ચેાગ્ય છેજી. ઘણા ભવ સંસારની સ`ભાળ લીધી છે, હવે આટલા ભવ બધું બહુ ઉપયાગી નથી એમ માની માત્ર પરમકૃપાળુદેવે કહ્યો છે તે મેાક્ષમાર્ગ આરાધવા છે, છ પદની શ્રદ્ધા દૃઢ કરવી છે, અપૂર્વ અવસરની ભાવના કર્યાં કરવી છે, મ`ત્રનું અખંડ રટણ જીભ ઉપર રહ્યા કરે એમ અહેારાત્ર વવું છે. આવી ભાવના રાખી અને તેટલું રાજ કર્યાં કરવું તે જરૂર આત્મહિતમાં વધારો થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૦૫ તત્ ૐ સત્
અગાસ, તા. ૨૧-૬-૪૪ આષાઢ સુદ ૧, બુધ, ૨૦૦૦
તાહરી ગતિ તું જાણે હે દેવ, સ્મરણુ ભજન તે વાચક યશ કરેજી.” પૂ....ના દેહત્યાગના સમાચાર જાણી સને ખેદ થયા છેજી કે આટલી નાની ઉંમરમાં તેમના મનુષ્યભવ લૂંટાઈ ગયા. ઉત્તમ સામગ્રી ફરી ફરી મળવી દુર્લભ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે. “પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતાં મુમુક્ષુઓને મોક્ષ સ’બધી