SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૭૭ બધાં સાધના અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમના ચેગ પામવા દુર્લભ છે. તે જ સમાગમના ચેાગમાં મુમુક્ષુજીવનું નિર'તર ચિત્ત વર્તે છે.’ (૭૮૩) આવું પરમકૃપાળુદેવે કહ્યું છે તે સાચું છે. તેના આશ્રિતનું તેા કલ્યાણુ જ છેજી. તેની ગતિ વગેરે જે થાય તે તેને કર્મ ખપાવી મેાક્ષમા માં દોરનાર જ હોય છે, એટલે તેમના સંબધી આપણે ક'ઈ વિકલ્પ કરવા ચેાગ્ય નથીજી. તેમના નિમિત્તે તમારા બધા કુટુંબીજનાને પરમકૃપાળુદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે, તે હવે વમાન કરી તેમની પેઠે પરમકૃપાળુદેવની અડગ શ્રદ્ધા સહિત દેહત્યાગ કરી સમાધિમરણ કરી લેવા ચેાગ્ય છેજી. સ્વ....ને જ્યારથી પરમકૃપાળુદેવનું માહાત્મ્ય સમજાયું ત્યારથી તે આશ્રમવાસી બની ગયા અને ઠેઠ સુધી તેમની ભાવના પરમકૃપાળુદેવના શરણમાં રહી એ બહુ સારું બન્યું છેજી. પૂર્વીના સસ્કારને લઈને તમારા બધાની સેવાભાવના બળવાન બનાવી તેએ આ ભવમાં કરવા યાગ્ય મુખ્ય કાર્ય સાચા પુરુષની શ્રદ્ધા તે દૃઢ કરી સાથે લઈ ગયા છે. તેવી શ્રદ્ધા વિશેષ વિશેષ સત્સંગના પ્રસંગ મેળવી આપણે સર્વ નાનામેાટાએ કરી લેવાથી આ મનુષ્યભવ મળ્યાની સફળતા માનવી ઘટે છેજી. તેમની માંદગીમાં તમને બધાંને જે પરમકૃપાળુદેવની ભક્તિના લાભ મળ્યા તેવા લાભ આશ્રમમાં અવકાશ લઈ અવાય ત્યારે જ બને તેવું હવે છેજી. બીજાં સંસારનાં કામ કરવાં પડે તાપણુ ઉદાસીનતા વધારતા રહી બાર માસથી જે ભક્તિના યેાગે શ્રદ્ધાભાવના વધુ માન થઈ છે તે મેાહમાં લૂંટાઈ ન જાય, માટે વારવાર પરમકૃપાળુદેવનાં વચનેાનું વાંચન, ભક્તિ, સ્મરણુ બધા કુટુંબમાંનાં નાનાંમોટાં એકઠાં મળી કરતા રહેવા ભલામણ છેજી, તથા પૂનમ કે એવાં શુભ પર્વ ઉપર આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ-ભજન આત્માર્થે કબ્ય છેજી. જેમ માંદગી વખતે વખત મચાવી સ્વ....ની સેવાભક્તિ ખજાવી તેમ જ પૂ. માજીની સેવા સાાં હોય તેપણુ તેમને કઈ કઈ સમાધિસોપાન, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી રાજ સ'ભળાવતા રહી સ્મરણુ વગેરે કરાવતા રહી કરી લેવા ચેાગ્ય છેજી. અગાસ, તા. ૨૨-૬-૪૪ અષાડ સુદ ૨, ગુરુ, ૨૦૦૦ ગમે તે કામ હાથમાં લીધું હેાય તેથી કંટાળ્યા વિના તથા તેમાં આસક્તિ રાખ્યા વિના બનતી ક્રૂરજ બજાવી, ખચતા વખત આત્મકલ્યાણને અર્થે વાંચન, વિચાર, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણમાં ગાળતા રહેવા ભલામણ છેજી. સ્મરણમાં આનંદ આવે તેમ વૃત્તિ રાખતા રહેવા વિનંતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૬ ૫૦૭ અમાસ .... તેમ દવા, કેાઈની સેવાચાકરી કે હવાપાણીથી કંઈ ફેર જણાય, પણ વહેલેમાડે ખાંધેલ કર્મ ભોગવી લીધા વિના છૂટકો નથી. વાતે વડાં નહીં થાય, કરવું પડશે, ખમી ખૂંદા; આટલા ભવ ભક્તિના લાગ મળ્યા છે તે વ્યર્થ મીજી ચિંતામાં ન ગાળા; આખા મીંચીને અઘરું લાગે તાપણુ સત્સંગ, સ.પ. અને સત્શાસ્ત્રના અવલંબને સદ્ગુરુશરણે આ ભવમાં સમાધિમરણ કરી લેવું છે. એવી અનેક હિતકારી શિખામણ હૃદયમાં ઊંડી ઊતરી જાય તેમ તે મહાપુરુષે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy