________________
૪૭૦ '
બેધામૃત કળિકાળ જેવા દુષમકાળમાં આપણા જેવા રંક જનેને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ મળ્યું છે, તે ચમત્કારી અલૌકિક વાત છે; ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીને તે પરમ ઉપકાર છે. બાકી તે મહાપ્રભુની હાજરીમાં હતા તે પણ આપણા જેવા પામર, જ્ઞાનીને ઓળખી તેનું શરણ ગ્રહણ કરી શક્યા ન હોત. તે તેની ગેરહાજરીમાં પણ આપણને, જાણે સમીપ બિરાજતા હોય તેવી શ્રદ્ધા તે મહાપુરુષના ઉપદેશથી, તેનાં પ્રબળ વચનબળથી આપણને સહજ સમજાયું છે, તે અપાર ઉપકારનો બદલે આપણાથી કઈ રીતે વાળી શકાય તેમ નથી. ગુરુકૃપાબળ ઔર છે –
“જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર;
એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર.” છપદની દઢ શ્રદ્ધા રાખી, આત્મા કદી મરતે નથી, મર્યો નથી, મરશે પણ નહીં એમ વિચારી નિર્ભય રહેતાં શીખજે જી. વેદના ગમે તેવી આકરી લાગે પણ તે જવાની છે, આત્માને નાશ નથી; માટે જે થાય તે જોયા કરવું અને સદ્ગુરુનું શરણું મહા બળવાન છે. આત્માને વાળ વાંકે કરવા કઈ સમર્થ નથી. ધીરજ, સહનશીલતા, સમભાવની માત્ર જરૂર છે. કંઈ ન બને તે હે પ્રભુ ! મારું હવે કંઈ ચાલતું નથી, માત્ર તારું શરણું સાચું છે, તે જ મારી ગતિ અને મારો આધાર છે, તે વગર મારે ક્યાંય ચિત્ત રાખવું નથી, છતાં તે આ દેહની વેદનામાં તણાઈ જાય છે તે તેને માટે કેમ કરવું? તું જાણે, તને હવે સર્વસ્વ સેંપી હું તે નિશ્ચિત થઈ જોયા કરું છું કે કેમ થાય છે. “જે થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ અનન્ય શરણ પરમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે; અને અંતરંગમાં નિર્ભય, શીતળીભૂત રહેવા યોગ્ય છે કે, ભલું થવાનું છે તેથી જ આવા શુભ ગ આ ભવમાં મળી આવ્યા છે. હવે કંઈ ફિકર નથી. ઘણે મુશ્કેલીને કાળ વહ્યો ગયે, હવે થોડો વખત ધીરજ રાખી પરમકૃપાળુદેવની કૃપાથી તેના સ્મરણમંત્રનું બળ અંત સુધી ટકાવી રાખે તે સમાધિમરણને અપૂર્વ લાભ થવાને યોગ આવ્યો છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૭
સીમરડા, તા.૬-૬-૪૪, મંગળ “રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.” ઓળખાણ આત્મા તણું, ટાળે ત્રિવિધ તાપ;
ગુરુ ઓળખાવે આતમા નિશ્ચય ગુરુ તે આપ. ચિત્તશાંતિ સાચવવા, વ્યાધિ સંબંધીના વિચારો ચિત્તમાં આવે, જાય પણ ઘર કરી ન જાય, આકુળતાનું કારણ ન બને તેમ લક્ષ રાખવા ભલામણ છે. ગભરાવાનું કંઈ કારણ નથી. બનનાર છે તે પ્રમાણે બને છે. આપણું કામ ધીરજ રાખી સહન કરવાનું, ખમી ખૂંદવાનું છે. બને તેટલી ખેંચ આત્મકલ્યાણ કરવા પ્રત્યે રાખવી, પછી જે બની આવે તેથી સંતોષ માનવો. “ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.”