________________
પત્રસુધા
૪૭૧
૪૯૮ તત્ ૐ સત્
અાસ, તા. ૧૨-૬-૪૪ જેઠ વદ ૬, સેામ, ૨૦૦૦ શકશે ?
શરણના કાણુ પ્રભાવ કહી
અજખ
દસે;
આત્મજ્ઞાન ને પરમ દેહાર્દિથી ભિન્ન અનુભવ આત્માને એ અકંપપણું અનુભવોઁ મુનિવરનું, નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનલથી મળતા પામરને પણ ઉદ્ધરશે. ૧ પરમ ધર્મોનું શરણુ ગ્રહીને, સર્વ વેદના હવે સહેા, કર્મ-કસાટી કસે શરીરને, સાતા દ્રષ્ટા તમે રહેા; નથી અનંત ભવામાં આવ્યેા, અવસર આવે। હિતકારી, જીતી જવા આવ્યા છે માજી, હવે નહીં જાએ હારી. ૨ (પ્રજ્ઞાવખેાધ – ૫૩)
પૂ..... ની તમિયત નરમ વિશેષ રહ્યા કરે છે એમ પત્રમાં હતું. હવે તે તેમણે મનમાં એવા જ નિશ્ચય કરવા ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયા છે અને મતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મતિ થાય તેમ જ ગાળવું છે. જેને દેહ છૂટી ગયા હાય તે, દેહમાં શું થાય છે તેની પ'ચાત કરતા નથી; તેમ કને લઈને વેદના, ક્ષીણતા કે અશક્તિ દેખાય અને ઉઠાય-એસાય નહીં, તેાપણ કંઈ ઇચ્છાઓ ઊભી થવા દેવાની જરૂર નથી. જે થવાનું છે, જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પ્રગટ જણાયું છે તેમ જ આ બધું થયા કરે છે; તે તેમાં આપણી ઇચ્છા નકામી છે, આપણે માત્ર જોયા કરવાનું છે, હુ શાક ન થાય તેટલી સભાળ રાખવાની છે. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ” એવું પ. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત ખાલતા અને ઉપદેશતા હતાજી. મરણ સંબંધી પણ કંઈ વિકલ્પ કરવા યાગ્ય નથીજી. જીવવાનું હશે ત્યાં સુધી ભક્તિભાવ અર્થે જીવવું છે અને આ દેહ નહીં હાય કે છૂટી જશે ત્યારે પરમકૃપાળુદેવના શરણે દેહ છેડવાથી જીવનું ભલું જ થવાનું છે એવા દૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. તેથી કઈ સંકલ્પ-વિકલ્પ કે ફિકર-ચિંતાનું કારણ રહેશે નહીંજી. દેહ તેા અનંત વાર જીવે ધારણ કર્યાં અને અન ́ત વાર છેડા પણ આ ભવમાં જે પરમકૃપાળુદેવનું શરણું પ્રામ થયું છે તે સહિત તે પુરુષને આશ્રયે આ દેહ છેડવાના અપૂર્વ અવસર આવી લાગ્યા છે, તા ગભરાયા વિના જેમ આશ્રમમાંથી સેઢાપુર ગયા તેમ સદ્ગુરુશરણે જ્યાં નિર્માણુ હશે ત્યાં જવું છે એવું મનમાં દઢ કરી રાખવું. જેનું ભલું થવાનું હાય તેને ફિકર શાની હોય ? માટે નિશ્ચિતપણે, સ ક્લેશ વિના સદ્ગુરુશરણે બુદ્ધિ રાખી સ્મરણમાં મન રહે અને સત્પુરુષની સ્મૃતિ, દર્શન-ભાવના, શ્રવણ વગેરે કર્યાં કરવા યાગ્ય છેજી. ‘સદ્ગુરુપ્રસાદ'માંથી ચિત્રપટનાં વારવાર દર્શન કરાવવાં તથા સ્મરણ, ભક્તિ, શ્રવણ, ભજનમાં તેમનું ચિત્ત રહે તેવી ગાઠવણુ કરવા આપ સર્વને વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૯૯
અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૦
સત્સ`ગના વિયાગમાં જીવનાં પરિણામ શિથિલ થવા સ`ભવ છેંજી. તેથી કામકાજ આઘાંપાછાં કરીને પણ સત્સંગના જોગ ત્યાં જે હાય તેનેા લાભ લેવા ચૂકવું નહીં. જ્યાં પરમકૃપાળુ