________________
પત્ર સુધા
૪૬૯ આગળ વધારનારાં, વૈરાગ્યપ્રેરક, પરમદઢતાથી સæરણને ગ્રહણ કરાવનાર નીવડે છે. એક્ષમાળામાં “સુખ સંબંધી વિચાર”ના છ પાઠ પરમકૃપાળુદેવે વાર્તારૂપે લખ્યા છે તે વારંવાર વિચારવા લાગ્યા છે. લેક સુખ કહે તે સુખ નથી, કે જેને દુઃખ કહે તે દુઃખ પણ નથી, પણ જ્ઞાની પુરુષે જેને દુઃખ કહ્યું છે તે દુઃખ જ્યારે લાગશે, આખું જગત દુઃખથી દાઝતું અનુભવાશે અને તેની ઝાળ પિતાની તરફ વીંટાયેલી લાગશે ત્યારે જીવ તે દુઓની કઈ ભવમાં ફરી ઈચ્છા નહીં કરે અને જ્ઞાનીપુરુષનાં વચનામૃતરૂપ દવાથી દુઃખની બળતરા દૂર કરી તેણે જે સન્મુખ ચાખ્યું છે, વચનામૃત વડે સમજાવ્યું છે અને તે જ પ્રાપ્ત કરાવવા પ્રેરણા કરે છે તેની સાચી ભાવના જાગશે ત્યારે જીવ જાગ્રત થશે અને જાગશે ત્યારે માગશે. જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.
હાલ તે આ મોહનિદ્રાની મીઠાશ છોડી, બપૈયા જેમ પિયુ પિયુ પિોકારે છે તેમ સત્સંગની ભૂખ લાગશે ત્યારે કયાંય ચેન નહીં પડે. સર્વ સુખ, વૈભવ, વિનાશિક, અવિશ્વસનીય, અરમણિક, ઠગારાં, નરભવ લુંટી જનારાં સમજાશે અને પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ એ જ સાચું જીવન સમજાશે; તેને અર્થે મીરાંબાઈની પેઠે અનેક સંકટો વેઠવાં તે અમૃત સમાન સમજાશે. આ ભાવના વારંવાર કરવા યોગ્ય છે), તે પરમકૃપાળુદેવનાં વચનમાં વિશેષ વૃત્તિ રહ્યા કરવાથી આપોઆપ જાગશે. “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિએ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર (મરણાંત પળ) છે અને દુનિમિત્ત (મરણ બગાડે તેવાં નિમિત્ત) હો, પણ એમ (રાગદ્વેષ તજી સમાધિમરણ) કરવું જ, ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” (૧૨૮)
અગાસ, તા. ૨-૬-૪૪ તત ૐ સત્
જેઠ સુદ ૧૧, શુક્ર, ૨૦૦૦ આવ્યું આવ્યું અનુપમ નાવ ભવજળ તરવાને, તૈયાર ભવિકજન થાવ, શિવસુખ વરવાને. ચતુર્થ કાળમાં પણ દુર્લભ છે, તે જોગ જણાય રે, ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ” હાં રે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું, મેં મનુષ્યને વારે, ભવજલ તરવાને આરે,
ડાહ્યા દિલમાં વિચારે, સત્સંગ કીજીએ.” હરિગીત – સંગ્રામ આ રવીર, આવ્યા અપૂર્વ દપાવજે,
કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવ; સમતા, સહનશલતા, ક્ષમા, ધીરજ સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં. (વરહાક)