SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ધાણા પરમકૃપાળુદેવ અને તેનાં મોજાં અહોરાત્ર વૃત્તિ વાળના રહી તેમાં જ તલ્લીન થવાય એવું ત્યાં રહ્યાં પણ બળ કરે તે થઈ શકે અને સત્સંગમાં તે બહુ ઓછા બળે થાય છે. જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, . ૧૨-૫-૪૪ તત્ ૐ સત્ વૈશાખ વદ ૪, શુક્ર, ૨૦૦૦ પૂ.ને પત્ર હતું. તેમાં આપની તબિયત વિશેષ નરમ રહે છે એમ લખ્યું છે. બનતી સંભાળ રાખતાં હશે. જોકે આપણું ધાર્યું કંઈ થતું નથી, શરીર કર્મને આધીન છે અને ભાવ આત્માને આધીન છે, તે પણ જેમ શરીરની માવજત, દવા વગેરે ઉપચારથી કરાય છે, તેમ મોટો રોગ તે મરણને છે અને તે અચૂક આવનાર છે, છતાં જીવ મેહવશ તેની તૈયારી કરતું નથી, ગફલતમાં રહે છે. મહાપુરુષે મરણને સમીપ જ સમજીને ચેતતા રહે છે, તે મહાપુરુષના આશ્રિતે પણ તે જ માર્ગ ગ્રહ ઘટે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૯૪ અગાસ, તા. ૧૬-૫-૪૪ વૃત્તિ આત્મભાવે સંસાર ન સેવવાની દઢ કરવા ભલામણ છે. નિમિત્તાધીન જીવ છે, અનાદિકાળથી વિષયકષાયની સાથે પટ્ટાબાજી ખેલતે આવ્યું છે, લાગ ફાવે ત્યારે ફટકો લગાવે, વળી તેને લાગ ફાવે ત્યારે આને ફટકે લગાવે, એમ રમત રમ્યા કરે છે, પણ હવે ખરેખરી પ્રાણ લેવાની ધગશવાળી, બાળઝાળી, સ્નાનસૂતક કરીને ચાલ્યા જવાની કેસરિયાં કરવાની લડાઈ જરૂરી છે. આ આત્મિક યુદ્ધ આમ પ્રબળ જામ્યા વિના મેક્ષ પ્રાપ્ત થાય તેમ નથી. “ખબરદાર મનસૂબાજી, સત્ય લડાઈ એ લડવું છે, ખાંડાની ધારે ચઢવું છે.” % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૮૫ સીમરડા, તા. ૧૭-૫-૪૪ જે શુદ્ધ બુદ્ધ સ્વરૂપી સ્વઆત્મ, ચર્યા પર દ્રવ્ય તજી પ્રવૃત્યે; તે બ્રહ્મચર્ય વ્રત સર્વ શ્રેષ્ઠ, પાળી મહાનંદ વરે નૃશ્રેષ્ઠ. – અણુગાર ધર્મામૃત, અધ્યાય ૪-૬૦ આપને સસાધનથી શાંતિ વર્તાતી જાણી સંતોષ થયે છે. અનંતકાળથી જીવે સાચા અંતઃકરણે પુરુષના વચનનું ગ્રહણ કર્યું નથી, તેમ થવામાં અનેક પ્રકારે અંતરાયે આવ્યા કરે છે. પણ તે જ કરવું છે એ જેણે નિશ્ચય કર્યો છે, તેને તે અંતરાયે નરમ પડી પરમ પ્રતીતિને વેગ આવે છેછે. મુમુક્ષુતા જેને પ્રગટી છે તેને મેહનાં બહુરંગી કારણ લલચાવી શકતાં નથી, ઊલટાં મુઝવણનું કારણ થાય છે. તે મુઝવણ ટાળવા જ જીવની વૃત્તિ રહ્યા કરે છે, તેથી તે અટકી જવાને બદલે ઊલટો વિશેષ પુરુષાથ બને છે. દુઃખ, અપમાન, અશક્તિ, ખેદ આદિ કારણે તેને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy