________________
४६०
બધામૃત અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩) “ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે.” (૩૭)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૮૨
અગાસ આપે પત્રમાં ઉપાધિ વિષે લખ્યું તે વાંચ્યું. જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે તે ઉપાધિને દુઃખરૂપ માને છે અને તેવી ઉપાધિના કોઈ અંશને હિતકારી, સુખકારક કે ઈચ્છવા લાયક માનતા નથી, એટલું જ નહીં, પણ તેવી ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા છૂટવાના ઉપાયમાં પ્રવર્તે છે. મેહને લઈને સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી તે વિચારણા જાગતાં બદલાઈ જાય છે અને નાશવંત વસ્તુને મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું તેથી કંઈ આત્મકલ્યાણ ન થયું, ઊલટી માયાજાળ વધારી એમ લાગે છે. હવે આવા સંસારમાં ફરી જન્મવું ન પડે તે માટે શું કરવું તે જીવ વિચારવા લાગે છે અને જેમ જેમ ઉપાધિ ઘટે તેમ તેમ વિચારવાને અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે જેમ બને તેમ, જ્યાં સુધી સત્સંગને યેગ ન બને ત્યાં સુધી, સત્સંગની ભાવના રાખી સપુરુષનાં વચન, આજ્ઞા, ભક્તિમાં કાળ વ્યતીત થાય તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. બીજું વિશેષ ન બને તે જે જે મુખપાઠ કરવા જણાવેલું છે તે મુખપાઠ કરી નિત્ય ફેરવવાને પુરુષાર્થ કર્યા કરશો અને હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, ચાલતાં, ખાતાં, પીતાં, જાગતા હોઈએ ત્યાં સુધી સ્મરણમંત્રમાં ચિત્ત રાખવાને લક્ષ રાખશે. જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. તેથી સંસારનાં કારણથી દૂર રહી, અથવા લૌકિક ચિંતાઓ ઓછી કરી જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાને પુરુષાર્થ કરવા માંડીશું તે જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીશું. માટે સંસારની જંજાળમાંથી બચતા વખત વ્યર્થ ગુમાવવા કરતાં પુરુષનાં વચનના વિચારમાં અને બને તેટલી શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલે કાળ જશે તેટલું જીવન સાર્થક ગયું ગણાશે.
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.”.–શ્રીમદ્ રાજચંદ્ર સંસારસાગર તરવાને જેણે નિશ્ચય કર્યો છે તેણે કેવી રીતે જીવવું? બચતે વખત કેમ ગાળવો? આત્મહિત કેટલું સાધી શકાય છે? તેની તપાસ રાખવી, અને જીવન ઉત્તમ કેવી રીતે ગળાય તેને નિર્ણય કરી રાખ ઘટે છે. એ લક્ષ જેને હશે તે વહેમોડે તે તે સાધન શોધી પ્રાપ્ત કરી સંસાર તરવા શક્તિમાન થશે. માટે મેહમાં કાળ બધે વહ્યો ન જાય અને મરણ વખતે પસ્તાવું ન પડે, માટે પાણી પહેલાં પાળ અથવા - ઘર લાગ્યા પહેલાં કૂ ખોદાવી પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. તેમ મરણ તે દરેકને આવવાનું છે, તો સમાધિમરણ કેમ થાય? ઉપાધિનું દુઃખ કેમ ન લાગે? વગેરે વિચારો