________________
પત્રસુધા
૪૫૯
આત્માની સભાળ લેનાર સદ્ગુરુનું જેને શરણું છે તે મહાભાગ્યશાળી છેજી. ફિકર કરવા ચેગ્ય નથી. એ જ વિનતી
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૮૧
દાહરા——જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિતન કાય; જ્ઞાની વેદે ધૈર્યાંથી, અજ્ઞાની વેઠે રાય.'' કમળ મળ-મૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ, સમતા સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ-પ્રણામ.
અગાસ, તા. ૭-૩-૪૪
–
તમે બધા શારીરિક વેદનાના ભાગ થતા જાણી ધર્માનુરાગથી ખેદ થયા, પણ નિરુપાયતા આગળ તે શમાવ્યા વિના છૂટકો નથી. સમભાવ એ મેાક્ષના દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મેાક્ષ પામ્યા નથી અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાને આધાર સમ્યક્ સમજણુ-આત્મજ્ઞાન છે. તેને આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ, તેનાં વચને – એધની ઉપાસના અને તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. એક રીતે આપણાં અહાભાગ્ય છે કે હડહડતા કળિકાળ જેવા નાસ્તિક યુગમાં આત્માનું માહાત્મ્ય હૃદયમાં ઘાંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પ. પૂ. પ્રભુશ્રીજીનાં દન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મનાં ખીજની પ્રાપ્તિ થઈ છેજી અને તેને પાષણ મળે તેવા સત્સ`ગધામને તે પાછળ મૂકતા ગયા છેજી.
જયાં સુધી અસાધ્ય વ્યાધિ આવી નથી, ત્યાં સુધી જ્ઞાનીપુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી આખા મીંચીને પણ આરાધન કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે કે “કળિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માએની શિક્ષા છે.” (૨૫૪) સમજ્યા ત્યારથી સવાર ગણી તેની જ ભાવના નિરંતર રહે એવા લક્ષ (ઘસારા પાડી દેવેા – ઘસી નાખવું એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા) હૃદયમાં દૃઢ કરવા યેાગ્ય છેજી. માથે મરણુ ભમે છે, લીધેા કે લેશે એમ થઈ રહ્યું છે તે આ જીવ કયા કાળની રાહ જોઈ હવે મ`ડી પડતા નથી ? ખાસ કરીને વેન્નુનાના પ્રસંગમાં જીવ જો ન ચેતે તે અનાદિના અધ્યાસ હેાવાથી વૃત્તિમાં દેહાર્દિ અશાતામાં ઉપયાગ તણાઈ જાય અને મને દુઃખ થાય છે, હું માંદો છું, દુઃખી છું આમ થઈ જવું સહજ છે અને એને જ સ્વપ્નદશા મહાપુરુષોએ કહી છે અને તે જ આત્ત ધ્યાનનું કારણ છે. માટે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય'' – કેવળજ્ઞાન થાય. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’
–
સુખ દુઃખ એ કનું ફળ છે; તેથી આત્માના અનુભવ જુદા છે. પાણીમાં સાકર નાખી ચાખે તે સાકરના સ્વાદ આવે, પાણીને ન આવે; તેમ પુદ્ગલના ધર્મ રૂપ, રસાદ્ધિ પર છે, તેનું જ્ઞાન તે પુદ્ગલ આધીન છે. તેમાંથી નિમિત્તને લઈને જે વિકાર જણાય છે તેથી જુદું જ્ઞાનીએ જાણ્યું છે તેવું મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા, વેદના વખતે અત્યંત ઉપકારી છે. “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેષ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શે? ભય શે? ખેદ શે!? બીજી