________________
૪૬
પત્રસુધા વિચારવાનું કરી લેવા ઘટે છે. તેને માટે સત્સંગની ઘણી જરૂર છે તો તે અવકાશ મેળવી સત્સંગ કરતા રહેવા ભલામણ છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૮૩
અગાસ, તા. ૧૩-૩-૪૪ તત્ ૐ સત
ફાગણ વદ ૩, સોમ, ૨૦૦૦ કવાલી – કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી,
સહનશીલતા, ક્ષમા ધારી, સજી સમતા નૉતિ સારી. પરમકૃપાળુદેવે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ પત્ર લખ્યું છે તેમાં “નિરંતર ઉદાસીનતાને કમ સેવ, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું...” (૧૭૨) લખ્યું છે તે કમ ઉપર તમને આવતા જાણે હર્ષ થાય છે. તે પત્ર મુખપાઠ ન કર્યો હોય તે કરી તેમાં જે માર્ગ દર્શાવ્યા છે તે હૃદયમાં અંકિત કરવા ગ્ય છે. વૈરાગ્ય અને અપ્રમત્તપણે પુરુષે દર્શાવેલા માર્ગનું આરાધન એ જ પરમકૃપાળુદેવે સ્વાત્મવૃત્તાંતરૂપ કાવ્ય “ધન્ય રે દિવસ આ અહો !” ગાયું છે તેને સાર છે. તે પણ મુખપાઠ કરી તેમાં જણાવેલા ક્રમે, પગલે પગલે ચાલવા પુરુષાર્થ કર્તવ્ય છેજ.
બીજું તમે પચખાણ લીધેલું છે અને અશક્તિ રહેતી હોવાથી ઉપવાસ મહિનામાં એક કરે છે તે ન કરવા વૈદ્યની સલાહ જણાવી, શું કરવા યોગ્ય છે એમ પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રતિજ્ઞા લીધેલી પાળતાં વિદ્ગો આવે ત્યાં જ જીવને આગળ વધવાને માર્ગ છે. દેહાધ્યાસ છોડવાના પુરુષાર્થરૂપ વ્રતનિયમો છે.
છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા / કર્મ નહિ ભક્તા તું તેહનો, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિ અશક્તિ જણાય છે એ કંઈ મોટું વિશ્વ નથી તેમ છતાં દવા ચાલુ હોય અને એક દિવસ ન લેવાથી ઘણું દિવસની દવાની અસર થયેલી તૂટક થવાથી દવા નિષ્ફળ થાય છે એમ વૈદ્યનું કહેવું થતું હોય અને તેથી તમને વિકલ્પ રહ્યા કરતા હોય કે શરીરમાં વૃત્તિ રહી આર્તધ્યાન થવા તરફ વલણ થતું હોય તો તે દૂર કરવા અપવાદમાગે છે તે જણાવું છું. જોકે જે ભાવથી નિયમ ગ્રહણ કર્યો છે તેવા શૂરવીરપણે છ માસને નિયમ પૂર્ણ થાય તે નિર્ભયતા તરફ પગલાં ભર્યા ગણાય. આત્મવીર્યની વૃદ્ધિનું કારણ છે પણ વૃત્તિ વ્રતમાં ટકતી ન હોય તે એક ઉપવાસને બદલે બે એકાશન કરી શકાય છે. એટલે અજવાળિયામાં એક અને અંધારિયામાં એક એમ બે એકાશનો કરવાથી એક ઉપવાસ શાસ્ત્રીય નિયમે કર્યો ગણાય. દવા વગેરે જમતી જ વખતે લેવાની હોય તે લઈ શકાય એટલે દવામાં તૂટક નહીં પડે અને ધર્મધ્યાન માટે બે દિવસ મળશે. એક વખત ખાઈ લીધા પછી બધા દિવસ લગભગ ધર્મધ્યાન અર્થે ગાળો છે એ લક્ષ રહેશે તે પણ લાભનું કારણ છે.