________________
૪૫૨
આધામૃત
-
પરમકૃપાળુદેવનું યોગબળ ઘણું કામ કરી રહ્યું છે એમ નજરે જણાય છેજી. ‘જીવનકળા”માં વાંચ્યું હશે કે સદ્ગત પૂ. ચતુરલાલજી મુનિ વસેામાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢયા અને પૂછ્યું “મુનિ, શું કરે છે ?”” તા કહે, “માળા ફેરવું છું.” ફરી પૂછ્યું – “શાની ?’” તા કહે – “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર સ્ફુર્યાં તે તેમણે જણાવ્યા કે હે પ્રભુ! આવી વૃત્તિમાં મારા દેહ છૂટી જાય તેા શી વલે થાય ? કયાં રખડું ? '' પરમકૃપાળુદેવે કહ્યું – “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તે ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” આ ઉપરથી વિશ્વાસની દૃઢતા રાખવી કે આપણે આ આત્મા પરમકૃપાળુદેવને અર્પણ કર્યાં છે, એને શરણે આત્માનું જરૂર કલ્યાણ થશે. આપણું કામ તેા તેની આજ્ઞા ઉઠાવવાનું છે, તે યથાશક્તિ કર્યાં જ કરવું. વેની કર્મ તેના ક્રમ પ્રમાણે ઉદયમાં આવી દેખાવ દેશે, તેથી ગભરાવાનું નથી, હિંમત હારવા જેવું નથી. કૂતરું ભસતું આવે પણ જેના હાથમાં લાકડી છે તે જો ઉગામી તા બે પગ વચ્ચે પૂછડી ઘાલી ભાગી જાય છે; તેમ વેદનીયકના ગમે તેવા આકરા ઉદય આવે પણ જેણે આપ્તધ્યાન નથી જ કરવું એવે નિશ્ચય કર્યાં છે, હું દુઃખી છું એમ માનવું જ નથી, મનાય તેટલી મારી કમજોરી છે, ભ્રાંતિને અભ્યાસ છે; પણ આત્મા પરમાન દરૂપ છે
“સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તથ્યાન મહીં;
પરશાંતિ અન ંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.” (૯૫૪)
આ પરમકૃપાળુદેવના છેલ્લા કાવ્યની છેલ્લી કડી જ મારે તે માનવી છે, તેણે જોયા, અનુભબ્યા તેવા અનંત સુખધામ, અનંત પરમશાંતિરૂપ સુધામય આત્મા મારે તે। માનવે છે, ખીજું શરીર કે શરીરના ધર્મ સુખદુઃખ મનાય છે તે મારી ભૂલ છે તે ટાળી મારે તેને શરણે આટલા ભવ તેનાં જ વચનેાને આધારે જીવવું છે, માનવું છે અને મરવું છે, આવા નિશ્ચયવાળાને કશા ડર નથી. મારી સમજણુ ઉપર મારે મીંડું મૂકી ચાકડી તાણવી છે; તે ઢેડડીના કહ્યા પ્રમાણે વર્તી અનંતકાળ જન્મમરણ કર્યાં. છે; હવે તે જે પરમકૃપાળુદેવે માન્યું છે તે જ મારે માનવું છે. શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્માનું ફળ જાણી સભ્યપ્રકારે અહિંયાસવા યેાગ્ય છે.” (૪૬૦) કસોટીના પ્રસ’ગમાં મહાપુરુષોને મરણાંત ઉપસર્વાંમાં પણ જે આત્મા છે, નિત્ય છે આદિ છ પદના અખ’ડ નિશ્ચય રહ્યો છે તે વાર'વાર યાદ કરવાથી જીવને ધર્મધ્યાનમાં વૃત્તિ રહે છે. જ્યાં આત્તધ્યાન થાય તેવા પ્રસંગેામાં ધર્માંધ્યાન થાય, નિરા થાય અને આત્મા બળવાન બને છે. આ વેદનાથી બમણી વેદના ભલે આવે, પણ મારે જ્ઞાનીનું શરણુ મરણ સુધી ટકાવી રાખવું છે, તેમાં કોઈ વિશ્ર્વ પાડી શકે તેમ નથી. વૃત્તિ કેમ રહે છે તેના લક્ષ વારવાર રાખી, જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં, શૂરવીરપણામાં વૃત્તિ ષહે તે વીર્ય વિશેષ સ્ફુરી આત્માનંદ અનુભવાશે. તે કઠણાઈના પ્રસ ંગ બહુ હિતકર અને ચિરસ્મરણીય ખની રહેશે. માટે હિંમત રાખી સત્પુરુષાર્થ ચાલુ રાખેા. અને તે પુનમ ઉપર આવવાનું રાખશેા. સૌ સારું થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ