________________
પત્રસુધા
૪૫૧
તેવા પ્રસંગે જે આયુષ્ય બંધાઈ જાય તે તિર્યંચગતિના ત્રાસ સહન કરતાં પણ પાર આવે તેમ નથી, એમ વિચારી સદૂગુરુનો આશ્રય તેવા પ્રસંગમાં બહુ ઉપકારી છે. જેમ કેઈ બાળકને સતાવે ત્યારે તે તેની માની સેડમાં સંતાઈ જાય છે તેમ આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્યપાપને આધારે બનવા ગ્ય હોય તે બને પણ મારું ધન તે આ મનુષ્યભવ છે તે વ્યર્થ ચિંતામાં વહ્યું ન જાઓ અને સદ્દગુરુનું શરણ મને સદાય દઢ રહો. “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી પત્રાંક પ૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છે. સદ્દગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનક વિદેહી અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઈ હુસ્તર માયાના વિકટ પ્રસંગમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા એ પત્ર પરમકૃપાળુદેવે લખે છે, તે પત્રાંક ૩૨૧, ૩૪૮ પણ વિચારવા ગ્ય છેજી. વારંવાર શ્રી સદ્દગુરુનું માહાત્મ વિચારી ગમે તેમ થાય, પિતાની શક્તિ કરતાં વિશેષ કર્મનું બળ જણાય ત્યાં “હે ભગવાન! મારું કંઈ બળવીર્ય ચાલતું નથી, આપ જ એક મારે શરણ છે” એમ વિચારી સ્મરણનું અવલંબન મુખથી તે ચાલુ રાખવા ગ્ય છે.
“તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધારે રે.”
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૭૧
અગાસ, તા. ૧-૨-૪૪ તત્ ૐ સત્
મહા સુદ ૮, મંગળ, ૨૦૦૦ હરિગીત – અંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને,
સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા,
એ મેક્ષગામી સપુરુષના ચરણમાં હે વંદના ! સંગ્રામ આ શૂરવીરને આવ્યો અપૂર્વ દિપાવજે, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજે સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં કેવળ અસંગ દશા વર પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છેડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજે; દુશ્મન પ્રમાદ હણી હવે, જાગ્રત રહે, જાગ્રત રહો! સદ્ગુરુ-શરણે હૃદય રાખી, અભય આનંદિત હો! (વીરહાક)