SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૫૦ આધામૃત તા ધર્મના સ્થાનમાં જ્યાં ચિત્ત ભગવાનમાં રાખવું જોઈ એ તેને બદલે નાટકમાં ને મિજબાનીના તર'ગમાં રાખ્યું હતું. તેથી તને સ'સારફળની પ્રાપ્તિ થઈ છે અને માટા ભાઈ ને વૈરાગ્યને લઈ ને મેાક્ષનું કારણ બન્યું છે.” આમ ‘ભાવ તિહાં ભગવ'ત' કહ્યું છે તે લક્ષમાં રાખવા યાગ્ય વાત છેજી. “મન ચંગા (પવિત્ર) તે કથરોટમાં ગગા” એ કહેવત પ્રમાણે સદ્ગુરુ-આજ્ઞામાં જેટલા કાળ ભાવપૂર્વક ગાળશેા તેટલું જીવન સફળ થયું માનવા ચેાગ્ય છેજી. શાસ્ત્ર ઘણાં મતિ થાડલી, મન॰ શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મન॰ સુયશ લહે એ ભાવથી, મન॰ ન કરે જૂઠડફાણુ રે, મન'' ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલા મ`ત્રસ્મરણનું વિસ્મરણ ન ભલામણ છેજી. ૪૯ અગાસ, તા. ૩૦-૧-૪૪ આપના ભક્તિભાવ જાણી સહતેષ થાય છેજી. પત્રાંક ૮૪૩ વાર વાર વાંચી મુખપાઠ કરવા ચેાગ્ય છેજી. ન સમજાય તે પૂ... આદિ પાસેથી સમજી તેના વિચાર કરી પરમકૃપાળુ દેવની શ્રદ્ધા દૃઢ કર્યંબ્ય છેજી. તે પરમપુરુષ ઉપર જેટલા પ્રેમ વÖમાન થશે. તેટલેા લાભ વિશેષ થશે. એ પત્રમાં સર્વાં માટે સુગમ ઉપાય દેહાર્દિ સ`બંધી હષઁ વિષાદ દૂર કરી આત્મભાવનાના નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવાનું કહ્યું છે તે આપણે સર્વે એ કરવાનું છેજી. અધીરજ, અવિશ્વાસ એ માર્ગ ઉપરથી પડી જવાનાં કારણુ છે અને પરમપુરુષ ઉપર પૂર્ણ વિશ્વાસ અને પરમ પ્રેમ એ સત્મામાં આગળ વધારનાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ܟܘ થાય તેટલી દાઝ રાખવા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૭૦ ૐ સત્ અગાસ, તા. ૩૦-૧-૪૪ મહા સુદ ૫, રવિ, ૨૦૦૦ આપના ચિત્તમાં ઉપાધિના બન્ને સાલ્યા કરે છે તેની, તથા તેથી છૂટી આત્મહિતમાં મન જોડાય તેવી ઈચ્છાની વિગત લખી તે જાણી. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રારબ્ધ-અનુસાર કર્મીના ઉદયની પર’પરા ચાલ્યા કરે છે તેમાં વારવાર ચિત્ત દેવું અને આત્મસાધના કાઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હાય તેને ગૌણુ કરવું કે વિસ્મરણ સ્થિતિમાં વહ્યા જવા દેવું એ વિચારવાનનું ક બ્ય નથી. આ પ્રસંગે તે વિશેષ વીર્ય ફેરવી આ ધ્યાન ન થાય અને થઈ જાય તે તેના પશ્ચાત્તાપ ખેદ રહ્યા કરે કે ફરી તેમ ન બને તેવી ચીવટની જરૂર છેજી. પરમકૃપાળુદેવે શ્રી સેાભાગ્યભાઈ ને ફરી ફરી પત્રો દ્વારા ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ કે ન રાખીએ તે બન્ને સરખું છે, કારણ કે મનનાર તે ફરનાર નથી અને ફરનાર તે મનનાર નથી તેા ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી? માત્ર જે થાય તે જોયા કરવું એવી સુગમ શિખામણ આપી છે તે આપણને પણ અમૃત જેવી છે. પણુ મરચાંના કીડાને સાકરમાં મૂકે તેપણ તડફડે છે. તેમ આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચાંટી છે તેથી પરમાર્થ-સાધક શિખામણ અંગીકાર કરતાં પગ ધ્રૂજે છે. જ્યાં આપણું કંઈ ચાલે તેમ નથી તેની ફિકરચિંતા કરીએ તે આપ્તધ્યાન સિવાય બીજું શું ફળ મળે ? અને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy