SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૪૯ ઊભે માર્ગે તાપડી’ એમ સમજી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતા રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬૮ સત્ તત્ “સંતચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વિવેક.’’ અગાસ, તા. ૨૯-૧-૪૪ મહા સુદ ૪, શનિ, ૨૦૦૦ નહીં ? સત્સંગના યાગ થવાને વખતે તેમને ડિયાણા જવાનું બન્યું એ કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વાત એર છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી એક વાત કરતા કે એ ભાઈએ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ધર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટા ભાઈ એ નાના ભાઈને કહ્યું —– “ભાઈ, તું જો સ્મશાનમાં જાય તે મારે બે ઘડી ધર્મ કરવા જ્ઞાની પાસે જવાય.” ત્યારે નાના ભાઈ એ કહ્યું, “શું મારે ધર્મ કંઈ નથી કરવા ? તમારે જવું હેય તે સ્મશાને જાએ, હું તે। આ ધર્મ કરવા ચાલ્યા.” એમ કહી તે તે મહાત્માના મુકામ તરફ ચાલ્યા. ત્યાં તે રસ્તામાં કેઈ મિત્ર આવી મળ્યા. તેણે કહ્યું કે આજ તે નાટકમાં ખરી મજાના ખેલ આવવાને છે, તું આવીશ તેણે કહ્યું, “આ ધર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.' એમ કહી મહાત્મા પાસે ગયા અને ધમ ક્રિયાની આજ્ઞા તે લીધી, પણ મન તે નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ત્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાના લહાવા લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગાટા વાળી ક્રિયા પૂરી કરી ચાલી નીકળ્યા અને નાટકમાં રાત ગાળી. મોટા ભાઈને સ્મશાને જવું પડ્યું, પણ તે વિચાર કર્યાં કરતા હતા કે આ કામ આવી ન પડ્યું હાત તા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાનાં દન મને થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રેકીને જેટલા કાળ શુભ ક્રિયામાં ગાળ્યા હાત તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિક અર્થે આવી આત્માર્થ વિસારી રહ્યો છું એ મારું કમભાગ્ય છે. એમ વિચારતા પેાતાના કાળ ગાળી ઘેર જઈ ભગવદ્ભક્તિ કરી સૂઈ ગયા. સવારે મહાત્મા જ્ઞાની ગુરુનાં દર્શને હ ભેર ગયા અને ગઈ રાતના ખેદ દર્શાવી પેાતાને પ્રભાતમાં સદ્ગુરુનાં દન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે તે મહાભાગ્ય માનવા લાગ્યા અને દન, સ્તુતિ કરી શ્રી સદ્ગુરુનાં વચનામૃતથી શાંત થઈ ઘેર પાછા ગયા. નાના ભાઈ રાજની રૂઢિ મુજબ મહાત્માનાં દર્શન કરવા ગયા. તેને તેના માટા ભાઈના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી ત્યારે તે ખેલ્યું કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મેટા ભાઈને મોકલવા હતા અને ધમ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કઈ ધર્મ વહાલા નહીં હાય ? મેં કેવી ધ ક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં જવું પડ્યું. ” મહાત્માએ કહ્યું, “ભાઈ, ધ ક્રિયા સાચી ભાવપૂર્વક તે તારા માટા ભાઈને સ્મશાનમાં બેઠાં થઈ છે અને તેં 29
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy