________________
પત્રસુધા
૪૭૨
અગાસ, તા. ૧૩-૨-૪૪
તત્ સત્
મહા વદ ૪, ૨૦૦૦
સંસાર તમે જણાવે છે તેમ ક્લેશરૂપ છે, પણ વિચાર કરીને અંતરમાંથી તેની વાસના નીકળી જાય અને સ્વપ્ને પણ તેમાં મીઠાશ ન આવે એવા ભાવમાં જીવને રાખવા ઘટે છેજી. સુખના પ્રસંગેામાં ધર્મ કરવાની કાળજી રહેતી નથી અને દુઃખના પ્રસંગેામાં ઇચ્છા હોય તે પણ બનવું કાણુ પડે તેમ છે માટે જ્ઞાનીએએ ચેતાવ્યા છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રાગોથી ઘેરાયા નથી અને મરણથી કંઠે પ્રાણ આવ્યા નથી ત્યાં સુધી કાળજી રાખીને હે જીવ! જેટલું બને તેટલું ધર્માંનું આરાધન કરી લે. પછીથી નહીં બને અને ભૂતકાળ વ્યર્થ ખાયા એમ પશ્ચાત્તાપ થશે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ચોપાઇ
૪૭૩
-
જે સદ્ગુરુ-ચરણથી અલગા, તે થડ છોડી ડાળે વળગ્યા; જેને સદ્ગુરુ-પદશું રાગ, તેનાં જાણેા પૂર્વિક ભાગ્ય. ૧ જેને સદ્ગુરુ સ્વરૂપશું પ્યાર, તેના જાણેા અલ્પ સ'સાર; જેને સદ્ગુરુચરણશું રંગ, તેને ન ગમે અવરના સોંગ. જે સદ્ગુરુ ચરણના રાગી, તે કહિયે સત્ય વૈરાગી; જે સદ્ગુરુ સ્વરૂપના ભાગી, તે જાણા સાચા યેગી. 3
૪૫૩
અગાસ, તા. ૧૩-૨-૪૪
૨
તમારા પત્ર આજે મળ્યા. સત્સંગના અભાવે ખેદ થવા સ્વાભાવિક છે. પરંતુ તે ખેને વૈરાગ્યમાં પલટાવી આ જીવે ઘણા સત્પુરુષાર્થ આદરવાની જરૂર છે. પૂર્વ પુણ્યની ઊણપ હાય અને તેની જરૂર સ્પષ્ટ સમજાય ત્યારે તે વિશેષ આરાધનાના ક્રમ સેવવો યાગ્ય છેજી. સત્સંગના ાગે જીવની સંસારદશા અંતર`ગથી પલટાઈ વૈરાગ્ય, સદ્ગુરુભક્તિ અને આત્મજ્ઞાનનું કારણુ અને છેજી. તેવા ચેાગના વિયાગ રહેતા હેાય ત્યારે વિચારવંત જીવને સત્સ`ગયેાગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શિખામણ, પ્રેરણા તથા સત્પુરુષનાં વચનાને પ્રત્યક્ષ સત્સંગતુલ્ય જાણી તેના અભ્યાસ, ચર્ચા, સ્મૃતિ, ભાવના, તન્મયતા કરતા રહેવાથી વિશેષ કલ્યાણ થવાયેાગ્ય જ્ઞાનીપુરુષે કહેલું છેજી.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે વિરહમાં ને વિરહમાં રાખી અમારું વિશેષ કલ્યાણ કર્યું છે. બીજા મુમુક્ષુએ ગૃહસ્થ હાવાથી મુંબઈ વગેરે સ્થળે પાતે (પરમકૃપાળુદેવ) બિરાજતા હેાય ત્યાં જાય અને તેઓશ્રીનાં દર્શન-સમાગમનેા લાભ વધારે પામે. અને પાતે (પ્રભુશ્રીજી) મુનિવેશે હાવાથી વિહાર કરીને મુંબઈ કયારે જાય ? કોઈ વખત આ તરફ પધારે ત્યારે કોઈ સ્ટેશને ગાડીમાં દર્શીન થાય કે વિશેષ સ્થિરતા કાઈ સ્થળે હાય તેા દર્શન, સમાગમ, ખેાધના લાભ વધારે મળે પણ ક્વચિત જ. પર`તુ તેમની ભાવના નિર'તર અહેારાત્ર જાગ્રત રહેતી હેાવાથી બધા મુમુક્ષુએ કરતાં વિશેષ પ્રેમ, તન્મયતા અને ઝૂરણા રહેવાથી ફળ વહેલું અને સ'પૂર્ણ પાયું. માટે જેમ અંતરની ભાવના આત્મકલ્યાણ કરવાની વિશેષ વિશેષ બળવાન બને, અને તેની જાગૃતિ પ્રમાદ આડે મન થતાં પ્રજ્વલિત રહ્યા કરે તેવી લાગણી દાઝ વધારવાની જરૂર છેજી. જે જે વસ્તુએ અન'તકાળના પરિભ્રમણમાં