SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ - બેધામૃત યોગ્ય આ ઈરછાવંત બાળક બને, સાતપુત્ર નીરાગી, નિસ્પૃહ પરમાત્મા સિવાય કંઈ ઇરછે નહીં એમ કર. : સહજાન્મસ્વરૂપ પરમગુરુ : અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તંત્રને સાર હે પરમ કૃપાળુ! તે આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઈને તે ઊકલતે નથી પણ અવશ્ય તે જ સંસારથી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાધન અને નૌકાને શઢ દૂરથી દેખાય તેવું આશા કેન્દ્ર છે. | સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા અર્પણ કરનાર છે, તે સહજાન્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતને આધાર છે. જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ, કઈ કઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ” આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ! આપે અભયપદ આપ્યું છે. એ ભાવ દઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષેભ થવો ઘટતું નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જે મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તે તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવાં બીજાં દુઃખ તે નજીવાં છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ રોહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા ગ્ય છે. બીજું, સત્ અસને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એ આ મહામંત્ર બીજું સત્ય મહાવત તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઈ હોય તે સત્યમૂર્તિ કહેવાય છે. જેટલું આ સહજત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠંજૂહું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ! આ આત્મઘાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકને ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે. ત્રીજું મહાવ્રત અચૌર્યગ્રત કે અસ્તેયવ્રત, તે પણ આ મહામંત્રની હાય હાય તે જ પળાય તેમ છે. કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પિતાના માનવા એ ચોરી અને જૂઠ બનેને અપરાધ કરતાં પણ ઘણો ભારે અપરાધ છે. હે પ્રભુ! આ દેહ તે સર્વ દેષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પિષવા જે જે કર્યું તે બધું ચેરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હવાથી એકી કાઢવી જ પડશે, ચોરીને માલ કેઈને પચે જ નહીં. લૂંટારા અને ચેરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પિતાને પટ પહેરાવે છે એટલે તે શાહુકારને નેકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કેઈ ચેરીને આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારને પટો છે, તેમ છે પ્રભુ! આપને મહામંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ તે અમારા મુખમાં જીભના ચામડા પર ચુંટ્યો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy