________________
૩
પત્રસુધા તપાસી દૂર થાય એ ઈચ્છાએ જીભ પ્રાપ્ત કરી ત્યાં પિતાની પરીક્ષકશક્તિ તે ક્યાંય એક બાજુ રહી અને ઈન્દ્રવરણ જેવા પરિણામે દુઃખદાયક એવા સ્વાદના વિલાસની ગુલામગીરી વળગી. ત્રપણું પ્રાપ્ત થયું તે જીભની ગુલામી ઉઠાવવામાં જ ગયું, અને નાની નખલી જેમ વીણુને ધ્રુજાવ્યા કરે તેમ ભય અને લેભથી ભવોભવ જીભ જીવને ધ્રુજાવતી જ રહી.
ઈચ્છારૂપી અગ્નિ ઈન્દ્રિયેના વિષયરૂપી દારૂગોળા સાથે ભળતાં જીવના સહજ સુખને નાશ થવામાં શી વાર લાગે? હે પ્રભુ! આ પ્રથમ સ્પર્શેન્દ્રિય તે સદાની વળગેલી છે અને તેને મદદગાર આહાર તેમાં અનિયમિતપણું કરાવનાર જિહવા છે. તે સર્વ ઈન્દ્રિમાં પ્રથમ વશ કરવા યોગ્ય છે એ તારે ઉપદેશ કલ્યાણકારી છે અને તેને અનુસરવા ઇરછા થતાં શું કરવું? કેમ કરવું? તે વિચાર આપની આજ્ઞા માટે રજૂ કરું છું. આ ઝાડ જેવા શરીરમાં આ જીભ જ ઘણુ વાર ઈચ્છાને અનિયમિત નિરંકુશપણે બહેકાવી દે છે. જિવા જેમાં રસ લેવા લાગે તે પદાર્થો રેગનું કારણ છે તે રૂપે ચિતવવું કે તેને તુચ્છ ગણવા કે આહાર અટકાવે કે ચાર પકડાય ત્યારે તેને શિક્ષા કરવી કે સમજાવવો? પણ જીભ ઉપર જાગૃતિને પહેરે તે જરૂર રાખો કે તેની પ્રવૃત્તિ લક્ષ બહાર ન જાય તે ચિંતવવું; પણ ઊંઘમાંય આહાર સંજ્ઞા, સ્વાદલેલુપતા તે કામ કર્યા કરે છે તેનું કેમ કરવું? પ્રથમ જાગૃતિમાં જોર કરવું. “
હિમ્મતે મરદા તે મદદે ખુદા. તું કયાં દૂર છે? આવો પ્રત્યક્ષ પરચા પૂરત હાજરાહજૂર દેવ છતાં હવે વિજયની શંકા શી? સમયે સમયે ચેતાવનાર ચતુરશિરોમણિ રાજરાજેન્દ્ર, આપના ચરણમાં નિરંતર પ્રવાહરૂપ મારી અખંડિત લક્ષની ધારા વહ્યા કરે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તત ૩ઝ સત
ફાગણ વદ ૮, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! ક– ચલાવો મોક્ષને માર્ગ, ભેદે કર્મગિરિ મહા;
જણાવો વિશ્વનાં તો, વંદું એ ગુણ પામવા. પરમ વીતરાગી, અનંગસંગી, સર્વગુણસંપન્ન, પરમપકારી, પરમકૃપાળુદેવની પવિત્ર ચરણકમળની રજમાં આ અધમ નિગુણા નિર્લજજ બાળકનું શિર સદાય નમ્રીભૂત રહો! અનંત કરુણઘન આ રંક હદયને ભાવદયાથી સદાય આદ્ધ કર્યા કરે! આપની અમૃતમય વાણીના સિંચનની ધારા અખંડિત નિરંતર ઝરણરૂપે મુજ મનના માર્ગમાં વહ્યા કરે!
અહો પ્રભુ ! આ બાળકે અનેક સંકલ્પ કર્યા અને અનેક તરંગમાં તણાઈ ગયે, પણ આપના ચરણનું શરણ એક આધારરૂપ છે અને પતંગ ગમે તેટલે ઊડે પણ ઉડાવનારને ખેંચ હોય ત્યારે ખેંચાઈ આવે તેમ હે પ્રભુ! તારા કરકમળમાં મારી વૃત્તિરૂપી પતંગનું ભક્તિરૂપ દેરથી દઢ બંધન હે! | સર્વ સંકલ્પવિકલ્પથી પર પરમાત્મા ! નિસ્તરંગ સમુદ્રની ગંભીર શાંતિને સ્વામી ! અનંત વીર્યવંતા છતાં એક નિશ્ચલ સ્વસ્વરૂપ પરિણામી નાથ ! તારા અનંત ગુણના વારસાને