SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૫ શરણે આવતાં, એ નામના-મંત્રના માહાસ્યથી જ ચેર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણવા ગ્ય છે. તે જ સાચે શાહુકાર છે પણ શાહે વાણિયે રળી ખાય તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચેથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની, તે પણ બ્રહ્મનું માહાત્મ્ય સમજાવનાર શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમગુરુના લક્ષથી સધાય છે. બ્રહ્મ તે મહ–બહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા-વર્તને નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ સમજાય? વિભાવરૂપ પરનારી તછ સ્વભાવ–સ્વશક્તિ–આત્મરમણતામાં લીન પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે. જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાધન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાત્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સધર્મની સમાપ્તિ-સાર–પૂર્ણતા આવી જાય છે. પાંચમું મહાવ્રત અપરિગ્રહ, તે પણ ‘સહજત્મસ્વરૂપ પરમગુરુ'નું પરમ માહાસ્ય પ્રગટ્ય પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ જ્યાં સહજાન્મસ્વરૂપ પરમગુરુ રૂપ પુરુષની કૃપાદૃષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાને ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પિતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાને નાશ થાય છે. પરમગુરુપદની પ્રતીતિ અને સ્વરૂપમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃપ્તિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં કયાંય સત્ય એકાંતવાસ નથી. તેહિ તૃહિ તુંહિ નિરંતર તંહિ તૃહિ હૃદયમાં અચળ વાસ કરી રહો ! % ૩% ૩% ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ | તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, તત્ ! સત ફાગણ વદ ૧૪, સેમ, ૧૯૮૪ અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસકાર હે! નમસ્કાર હે! નમસ્કાર હે! વિધિવશાત્ પ્રાપ્ત થયું મને જે, દેહાદિ સર્વે મમતા વધારે પ્રારબ્ધની ભેટ પ્રભુપદે હો, મેમાન છું બે દિનને જ હું તે. શુદ્ધ ચૈતન્યસ્વામી, સ્વરૂપવિલાસી, મહામહહારી દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માને ત્રિવિધ વિવિધ ત્રિકાળ નમસ્કાર હો!
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy