________________
૪૪૪
બેધામૃત સમ્યક્દષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ધરી ધૈર્ય સહિત ચહે મરવાને લાભ અહા ! તમેય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરે, મનવાંછિત આ ઉત્સવ આવે, સમતા ધર, આનંદ કરે. આત્મજ્ઞાન ને પરમ શરણને કણ પ્રભાવ કહી શકશે? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માને એ અજબ દીસે. અકંપપણું અનુભવો મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહ કર્મ-કસોટી કસે શરીરને જ્ઞાતા દ્રષ્ટા તમે રહો. નથી અનંત ભામાં આવ્ય અવસર આવે હિતકારી, જૈતી જવા આવ્યા છે. બાજી, હવે નહીં જાઓ હારી. આખા ભવમાં ભણી ભણને જ્ઞાન-ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજજ્વળ કરી સદા જે, તપ-ત્યાગાદિ વ્રત લીધું, તે સૌ આ અવસરને કાજે સદ્વર્તન સંચિત કર્યું, શિથિલ થતાં જે ભ્રષ્ટ થયા તે પૂર્વ પ્રવર્તન કપટ કર્યું. તેનું જ જીવન સફળ સમજવું વત, તપ, ધર્મ સફળ તેના જગમાં તે જ પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ તજે ના. માનવ થઈ ઉત્તમ પદ પામે મેરું સમ પરિષહ કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ઘર વેદના ઘણી આવે પણ આકુળવ્યાકુળ ના થાઓ, દેહ ભિન્ન નિજ જ્ઞાયકભાવે અખંડ અનુભવમાં જાઓ. પૂર્ણ પુરુંની તર્લીનતા એવા ટાણે અચળ રહી, તેની સંસ્કૃતિ કરતાં ઉરમાં ધીરજ ધારા રહે વહી:નવદીક્ષિત સુકુમાલ મુનિને ખાય શિયાળ બચ્ચાં સાથે, પગ પૂરો કરી, પેટ ફાડતાં, થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખૂચે તેવા કેમળ નર ઘેર વેદના સહે, અહા ! તે તમને શું ભૂખ-તરસનું દુઃખ અસહ્ય જણાય, કહો! પરવશ ચાર ગતિમાં વેડ્યાં દુઃખ, હવે ખુશથી સહવા, મરવાનીય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણ ગ્રહવા. સ્વજન-મિત્રની સ્મૃતિ તો નહિ ભેગ-નિદાન કદી કરશે, એ અતિચારે રહિત સમાધિમરણ કરે તે ભવ તરશે. (પ્રજ્ઞાવધ - ૫૩)