________________
પત્રસુધા રત્નત્રયીપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તળું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તજી, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિમરણ સાધવા મહતુ માર્ગને અનુસરું. હે દેહતણ સંબંધી સર્વે ! આજ સુધી સંબંધ રહ્યો, દેહ વિનાશિક નાશ થવાને અવસર મેં અતિ નિકટ લહ્યો; આયુષ્પ આધીન દેહ રહે, નહિ નેહ ઘટે એ દેહતણે રાખે રહે નહિ દેહ, ભલે સૌ સ્નેહ દેહ પર ધરે ઘણે. અગ્નિમાં બળે ભસ્મ થશે, પરમાણું બની ખરાઈ જશે, પત્તો પછી લાગે નહિ એને, દેહ સ્નેહ મેહે વધશે. જ્ઞાનસ્વરૃપ આત્મા અવિનાશી માન મને સૌ સુખી થશે, દેહ નથી હું, આત્મા છું તે, દેહ-સ્નેહ સૌ ભૂર્ભો જજે. જ્ઞાનસ્વરૂપ મુજ ઉજજવળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થવા, સપુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દે હણવા. વિપરતતાવશ બહુ ભટક્યો હુ, ચાર ગતિમાં દેહ ધરી, સમ્યગ્દર્શનજ્ઞાનચરણરૅપ સ્વરૂપ માન્યતા હવે કરી. સદારાધના સમ્યફદર્શન-જ્ઞાન-ચરણ-તપ રૂપ ગણી કળિકાળમાં અસત્યસંગે વિરલ ગૃહાશ્રમમાંહિ ભણ; તે પણ ઉત્તમ જનને યેગે પુરુષાર્થ સફળ થાશે, સ્નેહ, મેહને પાશ તછ આરાધક શાંત સ્થળે જાશે. શાંતિસ્થળ એકાંત વિષે પણ પરવશ સંગ પ્રસંગ પડે, તે કર ત્યાગ જ વાતચીતને, મૌન રહે નહિ કાંઈ નડે શુદ્ધ સ્વફૅપનું સ્મરણ, શ્રવણુ, સજજન સંગે ર્જીવ જે કરશે, તે કળિકાળ વિષે પણ સંયમ સાધી ઉર હિતથી ભરશે. (તાવળેધ - ૫૨) તમે માનતાઃ “ભક્ત હું પ્રભુને, આજ્ઞા પ્રભુની પાળું છું; વ્રત, શલ, સંયમ પ્રભુ પ્રીત્યર્થે ધર, બેથે મન વાળું છું. અનંત ભવમાં દુલભ શ્રદ્ધા, જ્ઞાન, ચરણ તે પ્રગટાવ્યાં, મિથ્યા દર્શન-જ્ઞાન-અવિરતિ ગુરુકૃપાએ અટકાવ્યાં.” એ નિર્ણય છતાં હવે કંઈ વ્યાધિવેદના આવી કે પરિષહ કાળે ભય પામે તે કાયરતા હંwવી દે. દુખને ડર ના ઘટે આટલે, બહુ તે દેહ તજવી દે, દેહ જરૂર જવાનું છે આ, આત્મહિતે તક આવી છે.