SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ક્ષણિક માયાના સુખ માટે આત્મા જેવું અમૂલ્ય રત્ન વિસારી દેવા.નથીજી. કંઈ ન બની શકે તેપણું તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !” એ ક્ષમાપનામાં પ્રાર્થના કરીએ છીએ તેની સ્મૃતિ સદાય રહ્યા કરે એમ વર્તવા ગ્ય છેજી. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રને અટલ આશ્રય ભવપર્યત મને તમને ટકી રહે એ યાચનાપૂર્વક પત્ર પૂર્ણ કરું છું. અંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬૩ અગાસ, ૨૦૦૦ તઃ ૐ સત "Many a moralist here may lie, That teach the rustic how to die." – Gray's Elegy ગ્રામ્ય જનને મરણ કેરી કળા શખવે જ્ઞાનીએ, તેવા અહીં સૂતા હશે ! કેટલાય, વિચારી જે. (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ રાગ) શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપદ વંદુ સહજ સમાધિ ચહી, સદ્દગુરુ-ચરણે ચિત્ત વસે મુજ, એ જ ભાવના હદય રહી; દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દિશા, તે ભગવંત નિરંતર ભજતાં, દેષ રહે કહે કેમ કશા? સદ્દગુરુ-બેધે, અંતાઁધે શુદ્ધ સ્વરૃપ જે ઓળખશે, તેમાં તર્લીન રહેવાને તે પુરુષાર્થ કર્યા કરશે, સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે, સમાધિસહિત મરણ, ફળ વતનું, નિશ્ચય એ ઉરમાંહી ધરે. સુવર્ણ મંદિર ઉપર શેભે રત્નકલશ સુંદર છે, તેમ સમાધિમરણ વેગ પણ વ્રતમંડન માની લે. જે ન સમાધિ-મરણ સાચવે, વ્રત-અભ્યાસ ન સફળ થયે; શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જે ૨ક ગ. જન્મમહોત્સવ સમ સંતે તે મૃત્યુમહત્સવ પર્વ ગણે, સત્કાર્યો નિષ્કામ કરેલાં દે સંતોષ અપૂર્વ પણે આત્મા નિત્ય પ્રતીત થયે તે મરણ કહે કોને મારે? જે ઉત્પન્ન થયું તે મરશે, દેહ નહીં હું, સુવિચારે. હું ચેતન અવિનાશી જુદે, દેહ વિનાશ વિષે વસતે, વગર કહે વહેલે મોડે જડ કાયગ દીસે અસતે; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કેઈ તણી, અનંત દેહ આવા તે મૂક્યા હું રત્નત્રયને જ ધણી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy