________________
૪૫
પત્રસુધા મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ,
જ્યાં ત્યાં જેવું પરભણી બૅલી, બેલ ભૂલું પરાયા આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ,
પામું સાચે જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાબેધ–૭૪) આપે પત્રની ઈરછા દર્શાવી, તેને ઉત્તરમાં સમાધિમરણ અર્થે લક્ષમાં લેવા જેવી કેટલીક કડીરૂપ આ પત્ર લખે છે, તે પુસ્તક હાથમાં ન લેવાતું હોય તો પણ સૂતાં સૂતાં વાંચવા કામ લાગે એમ ગણી લખી મોકલેલ છે. એટલું બધું વાંચવાની શક્તિ ન હોય તે ૫ ગાઈ સંભળાવશે. તેમાં વૃત્તિ રાખવાનું ઠીક લાગે તે કરશે કે એક વાર વાંચી રહ્યા પછી અમુક અમુક કડી નિશાની કરી લઈ બોલતા રહેવાથી મુખપાઠ પણ થઈ જવા સંભવ છે. એવી શક્તિ ન હોય તે માત્ર સ્મરણમાં એકતાર થવાને પુરુષાર્થ કર્યા કરશોજી. અમુક નિત્યનિયમ વગેરે ન બને તે તેને ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના શરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છેડે છે, છેલ્લા શ્વાસે પણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ભાવના હૃદયમાં રહે તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવે રહે એ જ અંતિમ કર્તવ્ય છેજ. પરમકૃપાળુ પરમ પુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, નેહરૂપ, સ્મરણરૂપ, બેદરૂપ કે અન્યથા છે તેને મન, વચન, કાયાથી ત્રિકાળ ત્યાગ હે ! “Úહિ હિની લય લગાડવાની છે.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તે, કરીએ કેણ ઉપાય ?” સમાધિસેપાનમાં છેલ્લે “સમાધિ-મરણનું પ્રકરણ છે તે અવકાશ હોય ને બની શકે તે વાંચવા ગ્યા છે. તેને જ સાર પ્રજ્ઞાબેધના ઉપર જણાવેલા પદ્યમાં છે. તેમાં પરમકૃપાળુદેવનાં વચનેને આશય છે તે હિતકારી છે.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨–૧૧–૪૩, મંગળ
તત્ સત્ કાર્તિક સુદ ૫, જ્ઞાનપંચમી, ૨૦૦૦ મનુષ્યભવ બહુ પુણ્યના ઢગલા કમાયા પછી મળે છે એમ પ. પૂ. કૃપાળુદેવે લખ્યું છેઃ
“બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે,
તેયે અરે! ભવચક્રને આંટો નહીં એકે ટ ” આટલી કડીને પણ બરાબર વિચાર થાય તે આ જીવ મનુષ્યભવ મળે છે તેની દરેક ક્ષણ રત્નચિંતામણિ કરતાં અધિક આંકે, પણ સમજણ વગર બધું પ્રવર્તન જીવ કર્યા કરે છે તે જન્મમરણને નિવેડે ક્યાંથી આવે? જેમ ઘી મધું મળે છે એમ સમજાયું છે તે તેને પાણીની પેઠે કઈ વાપરતું કે ઢળી દેતું નથી, પણ મનુષ્યભવ શા માટે મળે છે, અને શામાં દિવસ ઉપર દિવસે વહ્યા જાય છે તે જો નહીં વિચારીએ તે મરણ વખતે પસ્તાવું પડશે અને માઠી ગતિમાં દુઃખી થવું પડશે. માટે ખેટી ગતિ ઊભી થાય તેવાં કામમાં તે મારે આ ભવ ગાળો