SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૭. છે. વૈરાગ્ય, ઉપશમ અને છૂટવાની ભાવના પિવાય તે આ ભવમાં તથા પરભવમાં લાભનું કારણ છે. “ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.” ભાવ એ જ સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે, અને સારા ભાવ તે સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જે આપના પિતાના આત્માનું હિત સાચા હૃદયે ઈચ્છતા હો તે, તેમને પરમ પુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને તેવી કંઈક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છે. એ ઉત્તમ કાર્યમાં જે ત્યાંનાં મુમુક્ષુભાઈબહેનેની તમને જરૂર જણાય તે પૂ. વગેરેને જણાવશે તે તે ઘણી ખુશીથી કોઈ કઈ વાંચવા કે ભક્તિનાં પદ વગેરે અર્થે તમારે ત્યાં આવશે. મૂળ આધાર તે તમારા પિતાના ભાવ તથા તમારા અંતરમાં તેમના આત્માનું હિત થાય તેવી લાગણી હોય તેના ઉપર છે. ગંભીર પ્રસંગ છે, તે ગંભીર પણે વિચારી તેમના આત્માને ધર્મભાવ તરફ સબળ કરવા જે પ્રયત્ન કરશો તે ખરી આખર વેળાની ચાકરી છે. બાકી બીજી મેહની વાતે તેમની આગળ કરી સંસારમાં વૃત્તિ હોય તેને પિગ્યા કરશો તે તેમના શત્રુની ગરજ તમે સારશે. માટે વિચારવાનને ઘટે તેવી રીતે આ પ્રસંગને લાભ લઈ લેવા અને બને તેટલે લાભ તમારા પિતાને આપવા આગ્રહપૂર્વક ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિ ૫૭. અગાસ, તા. ૧૩-૧૦-૪૩ તત્ ૐ સત્ આ સુદ ૧૫, ગુરુ, ૧૯૯૯ કમળ મળ-મૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ સમતા-સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ પ્રણામ. પરમકૃપાળુદેવરૂપી ધગધણી જેણે માથે ધાર્યો છે તેવા સત્સંગી ભાઈની સેવા અંત સુધી મળે અને તેમની આશિષને પાત્ર થઈએ તે પરમકૃપાળુદેવની આશિષ તુલ્ય છે. બાળાના સેવાભાવી ઇવેનું પરમકૃપાળુદેવની કૃપાથી કલ્યાણ થઈ જશે અને ડાહ્યા ગણાતા પણ નહીં ચેતે તે હાથ ઘસતા રહી જશે એમ સાંભળેલું સ્મૃતિમાં છે. ઘણાએ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું હશે પણ જેણે પકડ કરી લીધી છે તેને કલ્યાણનું કારણ બનેલું સંદૃગુરુકૃપાથી પ્રગટ જણાય છે. પૂ.... વગેરે જેમને સેવાનું માહાતમ્ય, સત્સંગનું માહાસ્ય સમજાયું છે, તેઓ તે ગમે તેવી કુટુંબની કે લેકોનાં વચન સહન કરવાની મુશ્કેલીઓ વેઠીને પણ પિતાને સમજાયે તે લાભ છોડતા નથી. પરમકૃપાળુદેવનાં બાળકો ઉપર જેને પૂજ્યબુદ્ધિ છે, તેને પરમકૃપાળુદેવની કૃપા પ્રાપ્ત થાય છે. "संतनकी सेवा किया, प्रभु रीझत है आप । નાવિશે વા િવિઝા, તા તાત વાપ ”
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy