________________
४३८
બેધામૃત જે જે કઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી.” એમ છપદના પત્રમાં બોલીએ છીએ તેને વિચાર કરીએ તે સજજનોની સેવાને કેટલે બધે જીવને લાભ થાય છે તે સહજે સમજાય તેમ છે. આ દુષમકાળમાં હરિ અને હરિજને મળવા મુશ્કેલ છે તે આપણાં પૂર્વનાં પુણ્યથી જે હરિના ભક્તોની સેવા મળી છે તે આપણા આત્માને ઉપકારી છે, હરિની સેવા અપાવે એવું એમાં દેવત છે એમ વિચારીને આત્માર્થે સેવા બજાવીશું તે જરૂર તે આપણા આત્માને ઊંચે લાવશેજી. આ અવસર અત્યંત વૈરાગ્યપ્રેરક છે. ઘણાં પુસ્તક વાંચવાથી કે ઉપદેશે સાંભળવાથી આત્મા નમ્ર વિનયવંત અને કોમળ બને તેના કરતાં થોડા આત્માર્થી જનની સાચા દિલે કરેલી સેવા જીવને વૈરાગ્યવંત, દયાળુ, નિરભિમાની, વિનયવંત અને પરભવના ભયવાળે બનાવી શકે છે. મહાપુરુષોએ કામ જીતવાના અચૂક ઉપાયોમાં એક ઉપાય વૃદ્ધસેવા પણ કહી છેજી. આ પ્રસંગ જેને સહજે બની આવ્યું હોય તેનાં અહોભાગ્ય ગણવા ગ્ય છેજી. આખી જિંદગીમાં સજ્જન આત્માર્થી જીવે જે વિચાર્યું હોય, પિતાને ઉપયોગી લાગ્યું હોય તે સેવામાં રહેનાર પાસે વંચાવે, બોલાવે છે તે સંબંધી પિતાને થયેલ લાભ જણાવે છે જે જીવ લક્ષમાં લે તે તેને અનેક પુસ્તકના સારરૂપ અને સમાધિ મરણમાં ખરું ખપ લાગે તેવા આધારરૂપ થાય છે. આખરે કંઈ કામ આવતું નથી, સગાંકુટુંબી, ધન વગેરેથી આત્માને કંઈ ઉપકાર થતું નથી, પણ પરમકૃપાળુદેવ અને તેના રાગી ભવ્ય જીવે જ આ જીવને ઉત્તમ નિમિત્તરૂપ આધારરૂપ અને નિઃસ્વાર્થ ભક્તિને ઉત્તમ પાઠ વગર બધે આપી શકે છે. આ સત્ય જ પહેલેથી સમજી લે તે ખરો અંતરત્યાગી બની ભક્તિરાગી બને છે અને આખરે તે પરમપુરુષને આશ્રયે જ દેહ છોડે છે કે જે આશ્રયના બળે તે જ ભવમાં કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. દેહદૃષ્ટિવાળું તે આખું જગત છે, અને તે દષ્ટિએ સગાંવહાલાંની સંભાળ મરતાં સુધી તનતોડ મહેનત કરીને પણ કરે છે, છતાં જેને કંઈ પણ સ્વાર્થ નથી એવા હરિભક્તો પ્રભુના બાળની સેવા કરતા હોય તે સ્થળ આ કળિકાળમાં દેરાસર જેવું જ માનવા ગ્ય છેજ. તે સેવા એ મોટું તપ છે, શીલ છે, શાસ્ત્રાભ્યાસ છે, સત્સંગ છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૫૮
અગાસ, તા. ૨૧-૧૦-૪૩ તત્વ છે સત
આસો વદ ૮, ગુરુ, ૧૯૯૯ જન્મમરણના દુઃખ સકલ, મેટણ સમરથ સોય;
જ્ઞાની સહી સમરીએ, તા સમ ઔર ન કેય.” સાધ્વીજી શ્રી મહાસિણગારજીની વાત આપે લખી, તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ થયો હોય તે મરણપર્યત ટકાવી રાખવા ભલામણ છે . એ પરમપુરુષનું યોગબળ અપૂર્વ છે, કલ્યાણકારી છે, ને જેનું કલ્યાણ થવું હશે તેને તે પુરુષની ભક્તિભાવે આરાધના થશે. બીજું શું લખવું? પૂ.ની મદદ ઉપર બીજું તે રહ્યું, પણ ભાવ પોતાના હાથમાં છે તે પતિવ્રતાની પેઠે જે સાચા હશે તે બધું બની આવશે જી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ