________________
બેધામૃત
૪૫૫
અગાસ, આસો સુદ ૯, ૧૯૯૮ ઘણી વખત તમે આશ્રમમાં આસો વદ ૧ ઉપર હાજર હશો એટલે વિશેષ સૂચના આપવા જેવું નથી પણ જીવને સત્સંગને વેગ ન હોય ત્યારે પ્રમાદમાં પર્વના દિવસે પણ ઉલ્લાસ રહે મુશ્કેલ થઈ પડે છેજ. તેથી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ “શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કાઢી સારી રીતે બિરાજમાન કરી તથા તે ગ્રંથ ન હોય તે શ્રી “તત્ત્વજ્ઞાન” જે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આપેલું હોય તેમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રાખી એક એક ગાથા બોલી કુટુંબના બધા ભક્તિ કરવાને કમ એક-બે કલાકનો સવાર-સાંજ ગમે ત્યારે રાખશો એવી ભલામણું છે જી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ પણ તે જ દિવસે છે. આવા ઉત્તમ દિવસને લાભ પિતે લે, અને જે પિતાને મળતા હોય તેમને આમંત્રણ આપીને જમણવાર વગેરેથી પ્રભાવના કરીને પણ લઈ શકાય. જેવો અવસર હોય તેમ સ્વપરના હિતને વિચાર કરી પ્રવર્તવું એગ્ય છે. દીકરાના લગ્નપ્રસંગે ઉલ્લાસ આવે તેથી વિશેષ ઉલલાસ જ્યારે આપણું પરમ ઉપકારી પુરુષના જન્મદિવસે આવે ત્યારે જીવને ધર્મનું માહાત્મ્ય લાગ્યું છે એમ કહેવાય. પ્રારબ્બાધીન ગમે ત્યાં રહેવું થાય પણ ધર્મના દિવસો એ આત્માને સંસારભાવથી ઉઠાડી કંઈ પરમાર્થ તરફ વાળે તેવા ગાળવાની ભાવના રાખી કંઈક ખર્ચ કરવું પડે તે નહીં ગણતાં, ભાવ જે વધતા હોય તે તે કામ કરી લેવું ઘટે છેજી.
“ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવને ભાવીએ. ભાવે કેવળ જ્ઞાન.'
૪૫૬
અગાસ, આસો સુદ ૧૨, ૧૯૯૯
તત્ : સંત કવાલી – પરમકૃપાળુ પરમાત્મા, સદા છે શુદ્ધ તે આત્મા;
ખરા હૃદયે કરું વંદન, ખરું ભવ-તાપહર ચંદન. આપના પિતાની ગંભીર માંદગી જાણ કરુણાભાવે બે અક્ષર લખવા વૃત્તિ થઈ છે. સુપુત્ર સદા પિતા પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, તેમના આત્માનું હિત કયા પ્રકારે થવું સંભવે છે એને વિચાર કરી પિતાની શક્તિ પ્રમાણે તેમને સમાધિમરણમાં સહાય મળે તેવા વિચાર કરે છે, વાંચી સંભળાવે છે તથા વાતચીત દ્વારા તેમની વૃત્તિ બાહ્યાભાવમાં ફરતી હોય તે ધર્મ પ્રત્યે વળે તેવી યેજના કરે છે. તેમના શરીર-આરોગ્ય માટે તે દવા, ચાકરી વગેરે કરતા હશે, પરંતુ તેમના આત્માને શાંતિ થાય, સગા, કુટુંબી, ધન, જ્ઞાતિ આદિ પ્રત્યેનો મેહ દર થઈ પરભવમાં સહાયરૂપ નીવડે તેવાં દાન, ભક્તિ, સન્શાસ્ત્રના શ્રવણરૂપ નિમિત્તથી શુભ ભાવમાં તેમનું મન વળે તે લક્ષ રાખવા નિઃસ્વાર્થભાવે સૂચના છેજી. “સમાધિ પાન” ગ્રંથમાંથી છેલ્લે પ્રકરણ “સમાધિમરણ પૃષ્ઠ ૩૨૫ થી છે તે ક્રમે કરીને પુસ્તક પૂરું થાય ત્યાં સુધી તેટલી તેમને ધીરજ રહે તે સંભળાવવા લાગ્યા છે. જે તેટલે વખત લંબે લાગે તે પૃષ્ઠ ૩૫૫ થી થોડું થોડું નિયમિત વાંચી સંભળાવશે તે તમને અને તેમને બન્નેને હિત થવું સંભવે છે. જેમના ઉપર તેમને મેહ રહેતું હોય તેમને પરિચય એ છે થાય તે પણ હિતકારી,