SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ બધામૃત ૪૪૩ અગાસ, તા. ૧૦-૯-૪૩ તત છે સત્ ભાદરવા સુદ ૧૧, શુક્ર, ૧૯૯૯ “સ્વધર્મકી ખેજના કરના, ભૂલ પગ પાછા નહીં ધરના મુક્તિગઢ કાયમ હી કરના, સમજ દિલ સંશય સબ હરના.” “અંતરંગ મુજ આત્મમાં, પદપંકજ ધરે, નાથ; સેવું, સમરું શુદ્ધ મને, કૃપા કરી ગ્રહો હાથ.” ગુરુ-રાજ-ગુણ ઉર વિષે, સત્ય રુચિ, બહુમાન; નિકટ-ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.” “અબ વસો મમ ઉરમાં સદા, પ્રભુ, તુમ ચરણ-સેવક રહું; વર ભક્તિ દઢ હોતું મેરે, અન્ય વિભવ હું નહીં ચહું.” શ્રીમદ્ વીર-જિનેશપદ, વંદુ વારંવાર; | વિક્ષહરણ, મંગલકરણ, અશરણ-શરણ, ઉદાર.” અત્યારે જે જે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગે જીવને પ્રાપ્ત થયા છે તે પૂર્વે કરેલા ભાનું ફળ છે, તેમ જ અત્યારે જે શુભાશુભ ભાવો થાય છે તેનું પણ અવશ્ય ફળ પ્રાપ્ત થશે. માટે જેવું ભાવિ ઘડવું હોય તેવી ભાવના અત્યારે ભાવવાથી તેવું જ ફલ પ્રાપ્ત થશે. માટે સદ્દગુરુ-શરણે મન દેઢ રાખી આત્મકલ્યાણને પિશે તેવી જ ભાવનાઓ કરતા રહેવાથી કલ્યાણ થશે. જેને એક પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધા નથી થઈ તેને જેવાં નિમિત્ત જગતમાં નજરે ચઢે તેવા થવાની, તેવું પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ, સંકલ્પ-વિકલપ થયા કરે છે અને દુઃખનાં બીજ વાવ્યા કરે છે. કહ્યું છે કે – “કથા ઈચ્છત? ખેવત સબૈ, હૈ ઈરછા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંય; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” – શ્રીમદ્ રાજચંદ્ર માટે મોક્ષ સિવાય બીજું કંઈ ઈચ્છવા જેવું નથી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી-દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ચૈત્યવંદન-વીશીના છેલ્લાં પાનાંઓમાં “આઠ દૃષ્ટિની સઝાય” નામે કાવ્ય છે. તે કાવ્ય જૂની ગુજરાતીમાં છે. તેમાં આઠે ભેગનું ટૂંકમાં વર્ણન કર્યું છે અને મોક્ષે જનારને કેવા કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન છે. તે ઉપરથી, આપણે કેટલામાં છીએ તેનું પણ માપ નીકળે તેવું છે. તાવ માપવાનું થરમૅમિટર જેમ કેટલે તાવ છે તે જણાવે છે તેમ છૂટવાની ભાવના કેટલે અંશે જાગી છે તેનું તેમાં માપ નીકળે તેવું છે. સંસ્કૃતમાં શ્રી હરિભદ્રસૂરીએ “ગદષ્ટિસમુચ્ચય” ગ્રંથ લખી પિતે તેની ટીકા કરેલી છે તેને સાર એ નાના આત્મસિદ્ધિ જેવડા કાવ્યમાં છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy